Site icon

ગોકુલધામ સોસાયટી ના આ સદસ્ય સાથે કામ કરવા ખૂબ જ ઉત્સાહિત છે નવા તારક મહેતા ઉર્ફે સચિન શ્રોફ

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta Ka Ulta Chashma')’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનો પ્રિય શો છે. હવે આ શો તેના 15 માં વર્ષ માં પ્રવેશી ચુક્યો છે. આ શોની મજબૂત ફેન ફોલોઈંગ છે. જો કે, ભૂતકાળમાં, તારક મહેતા(Tarak Mehta) એટલે કે શૈલેષ લોઢા(Shailesh Lodha) એ શોને અલવિદા કહી દીધું હતું. આવી સ્થિતિમાં હવે સચિન શ્રોફે (Sachin Shroff) તેની જગ્યા લીધી છે.

Join Our WhatsApp Community

અભિનેતા સચિન શ્રોફ આ પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં સચિને શોમાં શૈલેષ લોઢાની ભૂમિકા બદલવા અંગે પોતાના દિલની વાત કરી હતી. તેણે આ શોના શૂટિંગના(Show shooting) પોતાના અનુભવો પણ શેર કર્યા હતા. અભિનેતાએ કહ્યું હતું કે તે તારક મહેતાના પ્રખ્યાત પાત્રમાં ફિટ થવા માટે તે  શ્રેષ્ઠ પ્રયાસ કરશે.સચિન શ્રોફે કહ્યું, 'જે રીતે ખાંડ પાણીમાં ઓગળી જાય છે, હું આ રોલ સાથે ન્યાય કરવાનો પૂરો પ્રયાસ કરીશ.' તેણે દરેકને તેના શોને પ્રેમ કરતા રહેવા અને તેના પર આશીર્વાદ વરસાવવા વિનંતી કરી.સચિને એ પણ ખુલાસો કર્યો કે શું તેના પર તારક મહેતા ની ભૂમિકા ભજવવાનું દબાણ છે, જે શૈલેષ લોઢા 15 વર્ષથી ભજવી રહ્યા હતા. અભિનેતાએ કહ્યું કે જ્યારે પણ તે કામ માટે બહાર જાય છે ત્યારે તે થોડો નર્વસ અનુભવે છે.

આ સમાચાર પણ વાંચો : એક્શન પર રિએક્શન- નવા તારક મહેતાની એન્ટ્રી પર શૈલેષ લોઢાએ કર્યો કટાક્ષ- પોતાના અંદાજમાં કહી આ વાત 

 

અભિનેતા એ વધુ માં કહ્યું કે તેને નિર્માતા અસિત મોદીજી(Asit Modi), દિગ્દર્શકો માલવ અને હર્ષદ અને તેની કો-સ્ટાર (Co-star) સુનયના ફોજદાર તરફથી ઘણો ઇનપુટ મળે છે. તેણે તો એમ પણ કહ્યું કે અંજલિએ તેને ઘણો સપોર્ટ કર્યો.તારક મહેતા શોમાં અન્ય કલાકારો સાથે કામ કરી ચૂકેલા સચિન દિલીપ જોશીને(Dilip Joshi) મળવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેઓ હાલમાં શહેરમાં નથી. તારક મહેતાના ચાહકો કલાકારોમાં થયેલા તમામ ફેરફારોથી ખૂબ જ નાખુશ છે. કલાકારોમાં ઘણા ફેરફારોએ ચાહકોને પરેશાન કર્યા છે.

 

Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
TMKOC Palak Sindhwani: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનૂ એટલે પલક સિધવાણી એ પ્રોડક્શન હાઉસ સાથે સુલઝાવ્યો વિવાદ! નીલા ફિલ્મ પ્રોડક્શન નું નિવેદન થયું વાયરલ
Travis Scott Rocks Mumbai: ટ્રેવિસ સ્કોટ એ મુંબઈમાં આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ, ફેન્સ સાથે ઝૂમ્યો રેપર, જુઓ વિડીયો
Exit mobile version