ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક એવી સિરિયલ છે જેમાં દરેક પાત્ર આવે છે, જે લોકોનાં દિલમાં પોતાનું સ્થાન બનાવે છે. 'TMKOC' ફેમ અભિનેત્રી આરાધના શર્મા પણ આ શોમાં આવ્યા બાદ લોકોની પહેલી પસંદ બની છે. બોલ્ડ ટૉપ પહેરીને આરાધનાએ કેટલીક એવી તસવીરો શૅર કરી છે, જેને જોઈને લોકો તેનાં વખાણ કર્યા વગર થાકતા નથી. થોડા સમયમાં સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ ગઈ છે.
તેણે બૅકલેસ ટૉપ પહેર્યું છે. આરાધના શર્માની આ સ્ટાઇલિશ અને બોલ્ડ ટૉપ પર ઍનિમલ પ્રિન્ટ દેખાય છે.
આરાધનાએ જંગલ જેવા સ્થળે આ શૂટ કરાવ્યું છે. આ ઍનિમલ પ્રિન્ટ લોકેશન સાથે સરસ મેળ ખાઈ રહી છે, જ્યારથી 'સ્પ્લિટ્સવિલા 12'ની પૂર્વ સ્પર્ધક આરાધના શર્મા 'TMKOC'માં જોડાઈ છે ત્યારથી તેને અન્ય કલાકારો જેટલો જ પ્રેમ અને ખ્યાતિ મળી છે. ટૂંકા ગાળામાં દીપ્તિ જાસૂસનું પાત્ર ભજવતી આરાધના શર્માએ ઘણી લોકપ્રિયતા મેળવી છે.
