Site icon

Thamma OTT Release: OTT પર હોરરનો ડબલ ડોઝ! જાણો, આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘થામા’ કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે.

Thamma OTT Release: આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'થામા' ની ખૂબ ચર્ચા થઈ હતી અને તેને ઓડિયન્સે પસંદ કરી હતી. બોક્સ ઓફિસ પર કમાણી કર્યા પછી, હવે આ હોરર-રોમાન્સથી ભરપૂર ફિલ્મ OTT પ્લેટફોર્મ પર આવી ગઈ છે. મેડોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ આજે (૧૬ ડિસેમ્બર, ૨૦૨૫) થી એમેઝોન પ્રાઇમ વિડિયો પર જોઇ શકાય છે.

Thamma' OTT Release: You Can Watch Ayushmann-Rashmika's Horror Film on This Platform

Thamma' OTT Release: You Can Watch Ayushmann-Rashmika's Horror Film on This Platform

News Continuous Bureau | Mumbai

Thamma OTT Release: આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘થામા’ ને ઓડિયન્સે પસંદ કરી હતી. બંને એક્ટર્સની દમદાર એક્ટિંગ અને તેમની વચ્ચે દર્શાવેલ રોમાન્સ હિટ રહ્યો હતો. પહેલીવાર બંને સાથે કામ કરતા જોવા મળ્યા હતા. ફિલ્મની ખાસિયત નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમની અલગ અંદાજની વિલન તરીકેની ભૂમિકા હતી. મિશ્ર પ્રતિસાદ મળ્યા છતાં, ‘થામા’ બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં સફળ રહી હતી. હવે બોક્સ ઓફિસ પર કમાણી કર્યા બાદ આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર આવી ગઈ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ranveer Singh : ‘ધુરંધર’ની સફળતા ની વચ્ચે રણવીર સિંહ ની પોસ્ટ થઇ વાયરલ,સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી દિલની લાગણી

‘થામા’ની OTT રિલીઝ

દિવાળી વીકએન્ડ પર રિલીઝ થયેલી ‘થામા’ એક હોરર રોમેન્ટિક ફિલ્મ હતી. આ ફિલ્મમાં એક્ટર્સની પરફોર્મન્સ, પરેશ રાવલની શાનદાર કોમિક ટાઇમિંગ અને નવાઝુદ્દીનનું કામ વખાણાયું હતું. થિયેટર રિલીઝના લગભગ બે મહિના પછી આ ફિલ્મ આજે (૧૬ ડિસેમ્બર ૨૦૨૫) થી એમેઝોન પ્રાઇમ વીડિયોપર જોઈ શકાય છે. ફિલ્મના પ્રોડક્શન કંપની મેડોક ફિલ્મ્સ એ એક પોસ્ટ શેર કરીને ‘થામા’ની OTT રિલીઝ ડેટની માહિતી આપી છે.


આદિત્ય સરપોતદારના નિર્દેશનમાં બનેલી આ હોરર, રોમેન્ટિક ફિલ્મ ‘થામા’નું નિર્માણ દિનેશ વિજન અને અમર કૌશિકે કર્યું છે.ફિલ્મની વાર્તા આયુષ્માન ખુરાનાના પાત્ર આલોક ની આસપાસ ફરે છે, જે ભૂલથી પિશાચોની એક છુપાયેલી દુનિયામાં પહોંચી જાય છે. આ દરમિયાન એક્ટરની મુલાકાત રશ્મિકાના પાત્ર સાથે થાય છે.વાર્તા શાનદાર છે અને મજબૂત રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં વરુણ ધવનના ‘ભેડિયા’ પાત્રનો કેમિયો પણ છે. નોરા ફતેહી પણ જોવા મળી છે અને મલાઈકા અરોરાનો ડાન્સ વાયરલ થયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version