ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
બૉલિવુડની ઝગમગતી દુનિયામાં કામ કરતા કલાકારોએ પદાર્પણ કરતાં પહેલાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. બૉલિવુડમાં એવા ઘણા કલાકારો છે જેમણે પોતાની મહેનત અને કુશળતાથી પોતાની ઓળખ બનાવી છે. આવા જ એક બૉલિવુડ અભિનેતા જેણે અભિનેતા સંજય દત્તના ઘરે 1,500 રૂપિયાના માસિક પગાર પર કામ કર્યું છે. આ અભિનેતા શક્તિ કપૂર છે.
શક્તિ કપૂરે 1972માં ફિલ્મ ‘જાનવર અને ઇન્સાન’થી બૉલિવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેને તેની સાચી ઓળખ ફિલ્મ ‘કુર્બાની’થી મળી. આ ફિલ્મ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ત્યારથી તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આજે પણ શક્તિ કપૂર દ્વારા ભજવવામાં આવેલી નેગેટિવ અને કૉમેડી ભૂમિકાઓ દર્શકોના દિલમાં રહે છે.
હકીકતમાં શક્તિ કપૂર બૉલિવુડમાં આવવા માગતો ન હતો. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘તે બૉલિવુડમાં પદાર્પણ કરતાં પહેલાં ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનવા માગતો હતો, પરંતુ નસીબે તેને અભિનેતા બનાવી દીધો.’ જ્યારે તે બૉલિવુડમાં આવ્યો ત્યારે તેનું નામ સુનીલ હતું. વળી શરૂઆતમાં તે સિને-ઇન્ડસ્ટ્રીમાં નવોદિત હતો. એથી તેને ફિલ્મોમાં વધારે કામ ન મળ્યું. એથી તે સમયે તેને ઘણી આર્થિક કટોકટીઓનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં સંજય દત્તના પિતા સુનીલ દત્તે તેને આશરો આપ્યો હતો.
આ વાત તેણે એક મુલાકાતમાં કહી છે. શક્તિ કપૂરે કહ્યું કે ‘તે મને દર મહિને 1,500 રૂપિયા આપતા હતા, જેનો ઉપયોગ હું મારા ખર્ચાઓ માટે કરતો હતો. પાછળથી શક્તિ કપૂરને અકસ્માત થયો અને તે ફિરોઝ ખાનને મળ્યો અને ‘કુર્બાની’ ફિલ્મ મળી. શક્તિ કપૂરે ત્યાર બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. શક્તિ કપૂર બૉલિવુડના સૌથી સફળ અભિનેતાઓમાંનો એક છે. તેની પુત્રી શ્રદ્ધા કપૂર પણ બૉલિવુડની અગ્રણી અભિનેત્રી છે.