News Continuous Bureau | Mumbai
Dhurandhar 2 Dawood Ibrahim: આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવન્જ’ માં રણવીર સિંહના સ્વેગની સાથે સાથે સૌથી વધુ ચર્ચા ‘બડે સાહબ’ એટલે કે દાઉદ ઈબ્રાહિમ ના પાત્રની થઈ રહી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ‘બડે સાહબ’ પથારી માં છે અને પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. આ સીન બાદ લોકોમાં કુતૂહલ જાગ્યું છે કે શું વાસ્તવમાં દાઉદની હાલત આવી જ છે? આ અંગે એક જાણીતા ક્રાઈમ જર્નાલિસ્ટ અને લેખિકા એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Sonam Khan: એક ભૂલ અને બરબાદ થઈ ગયું કરિયર: જાણો કેમ અંડરવર્લ્ડના ભયથી રાતોરાત દેશ છોડી ભાગવું પડ્યું હતું સોનમ ખાનને
ફિલ્મી વાર્તા અને હકીકત વચ્ચે મોટું અંતર
જાણીતા જર્નાલિસ્ટ, જેમણે દાઉદ ઈબ્રાહિમનો ઈન્ટરવ્યુ લીધેલો છે, તેમણે જણાવ્યું કે ફિલ્મોમાં ઘણીવાર વાર્તાને મસાલેદાર બનાવવા માટે હકીકતોમાં ફેરફાર કરવામાં આવે છે. ‘ધુરંધર 2’ માં દાઉદ જેવા પાત્રને લાચાર અને બીમાર બતાવવો એ મેકર્સની ‘ક્રિએટિવ લિબર્ટી’ હોઈ શકે છે.જર્નાલિસ્ટના મતે, દાઉદ ઈબ્રાહિમ અત્યારે 70 વર્ષના થઈ ચૂક્યા છે, પરંતુ તેઓ પથારી પર પડ્યા હોય તેવી કોઈ પુષ્ટિ થયેલી માહિતી નથી.
View this post on Instagram
જર્નાલિસ્ટ એ 22 જુલાઈ, 2005ના રોજ દુબઈની હયાત હોટલમાં દાઉદની પુત્રી માહરુહના વલીમા (લગ્નનું રિસેપ્શન) દરમિયાનની મુલાકાત યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે તે સમયે દાઉદ બિલકુલ તેવા જ દેખાતા હતા જેવા મીડિયાના ફોટામાં હોય છે, માત્ર ઉંમરને કારણે તેમના માથાના વાળ થોડા ઓછા થયા હતા. 2026માં પણ તેમની હાલત સામાન્ય હોવાની શક્યતા વધુ છે. તેઓ એજન્સીઓથી બચવા માટે બહાર ઓછું નીકળે છે, બીમારીને કારણે નહીં.જર્નાલિસ્ટ એ દાવો કર્યો છે કે તેમના સૂત્રો અને તાજેતરની વિગતો મુજબ દાઉદ ઈબ્રાહિમ અત્યારે સાજા-નરવા છે. હા, ઉંમરને કારણે જે સામાન્ય બીમારીઓ હોય તે હોઈ શકે છે, પરંતુ તેઓ ‘છેલ્લી ઘડીઓ ગણી રહ્યા છે’ તે વાત માત્ર એક અફવા અથવા ફિલ્મી કલ્પના છે. તેમણે દર્શકોને અપીલ કરી છે કે ‘ધુરંધર 2’ ને માત્ર મનોરંજન તરીકે જોવી જોઈએ અને તેને હકીકત માનીને ગભરાટ કે અફવાઓ ન ફેલાવવી જોઈએ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)