Site icon

આ ફ્લોપ અભિનેત્રિઓ લગ્ન પછી બની માલામાલ!! છે હજાર કરોડો સંપત્તિ ની માલિક, જાણો કોણ છે આ અભિનેત્રીઓ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Community

17 સપ્ટેમ્બર 2020 

બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે કે જેમણે થોડીક જ ફિલ્મોમાં અભિનય કર્યો હતો પરંતુ જ્યારે તેમને અપેક્ષિત સફળતા ન મળી ત્યારે તેઓ લગ્ન કરીને સ્થાયી થઈ ગયા. તેઓ તેમની કારકિર્દીમાં નિષ્ફળ થયા હશે, પરંતુ જ્યારે લગ્નની વાત આવે ત્યારે તેઓ હિટ થઈ છે. ફ્લોપ હિરોઇન તરીકે ટેગ થઈ હોવા છતાં, તેમણે એક અબજોપતિ સાથે લગ્ન કર્યા અને આજે તેઓ ખુશહાલ અને આરામદાયક જીવન જીવે છે. આ અભિનેત્રીઓ લગ્ન થતાં જ પ્રખ્યાત થઈ અને કરોડો સંપત્તિની માલિક બની ગઈ. આજની પોસ્ટમાં અમે 4 ફ્લોપ હિરોઇનો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેમને સમૃદ્ધ પતિ મળ્યા છે.  

 

ગાયત્રી જોશી – ગાયત્રી જોશી શાહરૂખ ખાન સાથે 2004 માં આવેલી ફિલ્મ સ્વદેસમાં જોવા મળી હતી. સ્વદેસ હિન્દી ફિલ્મ જગતની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં તે એક ખૂબ શિક્ષિત છોકરીનું પાત્ર ભજવ્યું હતું,જે એક ગામમાં રહે છે અને ત્યાંના બાળકોને ભણાવે છે. ગાયત્રીની આ પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. 2005 માં ગાયત્રીએ ઓબેરોય કન્સ્ટ્રક્શનના સ્થાપક વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી ગાયત્રી કરોડો રૂપિયાની માલિક બની ગઈ.

આયેશા ટાકિયા – ફિલ્મોમાં આયેશા ટાકિયાની ભૂમિકા કંઈ ખાસ નહોતી. આમ છતાં, તેણીએ ખૂબ જ ધનિક માણસ સાથે લગ્ન કર્યા છે. આયેશા ટાકિયાએ ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે, લગ્ન પહેલા ઘણાં દિવસોથી બંને એકબીજાને ડેટિંગ કરી રહ્યા હતા. ફરહાન આઝમી ઘણી હોટલોનો માલિક છે અને તેના પિતા મોટા રાજકારણી છે. આયેશા રાજકારણી પરિવારની પુત્રવધૂ છે. આયેશાના સસરાનું નામ અબુ આઝમી છે.  

સેલિના જેટલી – સેલિના જેટલી બોલિવૂડની ફ્લોપ અભિનેત્રીઓમાંની એક છે. જોકે સેલિનાએ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે, પરંતુ તે સફળ અભિનેત્રી તરીકે પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફ્ળ રહી હતી. તેણે ઓસ્ટ્રિયાના ખૂબ મોટા ઉદ્યોગપતિ પીટર હાગ સાથે લગ્ન કર્યા. પીટર હાગનું વિદેશમાં ખૂબ મોટું નામ છે. તેમની પોતાની ઘણી હોટલો છે. આ ઉપરાંત  તેની  સિંગાપોર અને દુબઇમાં પણ ઘણી બધી હોટલો છે. સેલિનાનો પતિ અબજોપતિ છે. આમ સેલિના એક ફ્લોપ અભિનેત્રી હોવા છતાં એક ખુશહાલ જીવન જીવે છે.

ઇશા દેઓલ – ડ્રીમ ગર્લ હેમા માલિની અને સુપરસ્ટાર ધર્મેન્દ્રની પુત્રી હોવા છતાં, ઇશા દેઓલ ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું કરિયર બનાવવામાં નિષ્ફ્ળ રહી હતી. ઈશા દેઓલે ધૂમ, કોઈ મેરે દિલ સે પૂછે, કાલ, ઇન્સાન, એલઓસી:કારગિલ, ના તુમ જાનો ના હમ, યુવા, દસ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. 2012 માં, ઇશા દેઓલે ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. હકીકતમાં, તેઓ બાળપણથી જ મિત્ર હતા અને 13 વર્ષની ઉંમરે ભરત ઇશા સાથે પ્રેમમાં પડ્યો હતો. ભરત તખ્તાની વ્યવસાયે ખૂબ મોટો ઉદ્યોગપતિ છે.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version