Salman Khan: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાને હવે સલમાન ખાનના સંબંધી! કરોડોની ખંડણી માંગતા મુંબઈ પોલીસ એક્શનમાં, જાણો કોને મળી ધમકી?

Salman Khan: બોલીવુડ સેલેબ્સના ઘર પાસે શંકાસ્પદ લોકેશન મળતા ક્રાઈમ બ્રાન્ચ સતર્ક, પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની અપાઈ ધમકી.

by Zalak Parikh
Threat Looms Over Bollywood: Salman Khan’s Relative Receives Extortion Email from Bishnoi Gang; Police Traces Suspects Near Celeb Homes

News Continuous Bureau | Mumbai

Salman Khan: મુંબઈમાં ફરી એકવાર ૯૦ના દાયકા જેવો અંડરવર્લ્ડનો ખોફ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગ અને રણવીર સિંહને મળેલી ધમકી બાદ હવે સુપરસ્ટાર સલમાન ખાનના એક નજીકના સંબંધીને નિશાન બનાવવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સે ઈમેલ દ્વારા કરોડો રૂપિયાની માંગણી કરી છે અને પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: The Revenge: ‘ધુરંધર: ધ રિવન્જ’ ના ધમાકા માટે તૈયાર રહો! ફેબ્રુઆરીમાં રિલીઝ થશે પાવરફુલ ગીત, જાણો કઈ તારીખે લોન્ચ થશે ફિલ્મનું મોસ્ટ અવેટેડ ટ્રેલર

ખંડણી માટે ઈમેલ દ્વારા મળી ધમકી

મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, સલમાન ખાનના નજીકના વ્યક્તિને મોકલવામાં આવેલા ઈમેલમાં ધમકી આપવામાં આવી છે કે જો માંગવામાં આવેલી રકમ નહીં ચૂકવવામાં આવે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે. જોકે, હજુ સુધી આ મામલે સલમાન ખાન કે તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by NEWS9 (@news9live)


મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતી મુજબ, બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા કેટલાક શંકાસ્પદોના મોબાઈલ લોકેશન બોલીવુડના અનેક સેલિબ્રિટીઓના ઘરની આસપાસ ટ્રેસ થયા છે. ગેંગે અલગ-અલગ સાગરીતોને રેકી કરવાનું કામ સોંપ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ આ તમામ કડીઓને જોડીને તપાસ આગળ વધારી રહી છે. અગાઉ પણ સલમાન ખાનના ઘર ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ પર ફાયરિંગની જવાબદારી અનમોલ બિશ્નોઈએ લીધી હતી.તાજેતર માં  જ રણવીર સિંહને વોટ્સએપ પર વોઈસ નોટ દ્વારા ધમકી મળી હતી, જેના પછી તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More