News Continuous Bureau | Mumbai
Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 ને લઈને ચાહકોમાં ખુબ ઉત્સાહ છે. આ ફિલ્મ 12 નવેમ્બરે એટલેકે આવનાર રવિવારે રિલીઝ થશે. ટાઇગર 3 ની રિલીઝ પહેલાજ એડવાન્સ બુકિંગ માં 1 લાખ થી વધુ ટિકિટ વેચાઈ ચુકી છે. ટાઇગર 3 માં શાહરુખ ખાન કેમિયો કરતો જોવા મળશે. આ સિવાય પણ ઘણા કલાકારો ના નામ કેમિયો કલાકાર તરીકે સામે આવ્યા હતા. હવે વધુ એક કેમિયો કલાકાર નું નામ સામે આવ્યું છે. આ કલાકાર સાઉથ સુપરસ્ટાર છે.
ટાઇગર 3 માં જુનિયર એનટીઆર નો કેમિયો
ફિલ્મ પઠાણ માં સલમાન ખાન નો કેમિયો હતો તેવી જ રીતે ફિલ્મ ટાઇગર 3 માં શાહરુખ ખાન નો કેમિયો હશે. ‘ટાઈગર 3’ને લગતા લેટેસ્ટ રિપોર્ટ મુજબ ફિલ્મમાં રિતિક રોશનના કેમિયો ની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેમજ હવે જુનિયર એનટીઆર ના કેમિયો ના સમાચાર પણ સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જુનિયર એનટીઆર ફિલ્મ ‘વોર 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ‘ટાઈગર 3’માં તેના કેમિયો ના સમાચારે ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે.
આ સમાચાર પણ વાંચોઃ Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 એ તેના એડવાન્સ બુકીંગ માં મચાવી ધૂમ, અધધ આટલી ટિકિટ વેચી કરી કરોડોની કમાણી
થોડા સમય પહેલા એવું સમાચાર વહેતા થયા હતા કે,રિતિક રોશન ‘ટાઈગર 3’માં ‘વોર’ના કબીર તરીકે કેમિયો કરતો જોવા મળશે. જો કે આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવે ફિલ્મ માં જુનિયર એનટીઆર ના કેમિયો ના સમાચાર સામે આવ્યા છે. હવે ટાઇગર 3 માં આ બંને સુપરસ્ટાર નો કેમિયો હશે કે નહીં એ તો આવનારો સમય જ કહેશે.