News Continuous Bureau | Mumbai
Tiger 3: સલમાન ખાન ના ચાહકો તેની ફિલ્મ ટાઇગર 3 ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મ 12 નવેમ્બરે રિલીઝ થશે. સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર આ ફિલ્મ નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. હવે ફિલ્મ ના એડવાન્સ બુકીંગ ને લઈને એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ‘ટાઈગર 3’ એ એડવાન્સ બુકિંગ શરૂ થયાના થોડા કલાકોમાં જ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી હતી. ‘ટાઈગર 3’ની એડવાન્સ બુકિંગમાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે.
ટાઇગર 3 ના એડવાન્સ બુકીંગ ની કમાણી
સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ નું એડવાન્સ બુકીંગ શરૂ થતાંજ ધૂમ મચાવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ‘ટાઈગર 3′ની એક લાખથી વધુ એટલે કે ટિકિટ એક જ દિવસમાં વેચાઈ ગઈ છે. આ સાથે જ ફિલ્મ ‘ટાઈગર 3’ની અત્યાર સુધીની એડવાન્સ બુકીંગ ની કમાણી 4 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.
#Xclusiv… #Tiger3 advance booking status at *national chains*… Note: [Sunday] Day 1 biz…
⭐️ #PVRInox: 47,000
⭐️ #Cinepolis: 9,100
⭐️ Total: 56,100 tickets sold… 7 days to release. pic.twitter.com/ygZyYSphF6— taran adarsh (@taran_adarsh) November 5, 2023
ટાઇગર 3 નું એડવાન્સ બુકિંગ જોયા બાદ ઘણા મીડિયા રિપોર્ટ્સે દાવો કરવાનું શરૂ કરી દીધું છે કે ‘ટાઈગર 3’ બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાનની ‘પઠાણ’ અને ‘જવાન’ના રેકોર્ડ તોડશે.
આ સમાચાર પણ વાંચોઃ Janhvi kapoor: ખુશી કપૂર નો જન્મદિવસ મનાવવા કથિત બોયફ્રેન્ડ શિખર સાથે લંચ ડેટ પર જોવા મળી જહાન્વી કપૂર, અભિનેત્રી ની ક્યૂટ સ્માઈલ એ જીત્યા લોકો ના દિલ