Site icon

Toxic Release Date Postponed: ટળી ગઈ વર્ષની સૌથી મોટી ટક્કર! યશની ‘ટોક્સિક’ પાછી ઠેલાતા ‘ધુરંધર ૨’ માટે મેદાન સાફ; જાણો ક્યારે રિલીઝ થશે રોકિંગ સ્ટારની ફિલ્મ.

Toxic Release Date Postponed: મિડલ ઈસ્ટમાં યુદ્ધના સંજોગોને કારણે મેકર્સનો મોટો નિર્ણય, ૧૯ માર્ચના બદલે હવે આ તારીખે રિલીઝ થશે ફિલ્મ

Toxic Release Date Postponed: Yash Fans Disappointed as Film Pushed to June Due to Middle East Conflict

Toxic Release Date Postponed: Yash Fans Disappointed as Film Pushed to June Due to Middle East Conflict

News Continuous Bureau | Mumbai

Toxic Release Date Postponed:  સાઉથ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિક: એ ફેયરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ (Toxic) ની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. હોળીના પર્વ પર ફિલ્મના મેકર્સ દ્વારા મોટો નિર્ણય લેતા ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી દેવામાં આવી છે. અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન પરના હુમલા બાદ મિડલ ઈસ્ટમાંઊભી થયેલી યુદ્ધની પરિસ્થિતિને જોતા આ ફિલ્મ હવે માર્ચ મહિનામાં રિલીઝ નહીં થાય.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત

હવે ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

રોકિંગ સ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ અગાઉ ૧૯ માર્ચના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી. તેની સીધી ટક્કર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર ૨’સાથે થવાની હતી, જેને લઈને ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ હતો. જોકે, વર્તમાન વૈશ્વિક સંજોગોને ધ્યાનમાં રાખીને મેકર્સે હવે ફિલ્મની નવી રિલીઝ ડેટ ઓફિશિયલી જાહેર કરી છે. આ ફિલ્મ હવે ૪ જૂન, ૨૦૨૬ ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફેરફારથી હવે બોક્સ ઓફિસ પર થનારો મોટો ક્લેશ ટળી ગયો છે.


એક્ટર અને પ્રોડ્યુસરયશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. યશે લખ્યું છે કે, ‘ટોક્સિક’ એક એવી ફિલ્મ છે જેને અમે ગ્લોબલ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવી છે. કન્નડ અને અંગ્રેજીમાં ફિલ્માવવામાં આવેલી આ ફિલ્મ દુનિયાભરના દર્શકો સુધી પહોંચે તે અમારો લક્ષ્ય છે. મિડલ ઈસ્ટમાં સર્જાયેલી અનિશ્ચિતતાની સ્થિતિએ અમારા આ લક્ષ્ય પર અસર પાડી છે, જેના કારણે અમે ફિલ્મને જૂન મહિના સુધી ટાળવાનો નિર્ણય લીધો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Avika Gor Pregnancy Rumors: શું અવિકા ગોર માતા બનવાની છે? કેમેરા સામે ઉલ્ટીઓ કરતા એક્ટ્રેસનો વીડિયો થયો વાયરલ, ફેન્સ પૂછી રહ્યા છે સવાલ.
Exit mobile version