292
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
બંગાળી અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં માતા બની ગઈ છે.
નુસરત જહાંએ આજે ગુરુવારે કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે.
નુસરત જહાંને બુધવારે કોલકાતાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મીડિયા અહેવાલ પ્રમાણે, નુસરતે ડોક્ટર્સને ખાસ વિનંતી કરી હતી કે ડિલિવરી સમયે યશને તેની સાથે રહેવા દે.
નોંધનીય છે કે, નિખિલ જૈન સાથે લગ્નમાં અણબણાવના અહેવાલો વચ્ચે એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે નુસરત, યશ દાસગુપ્તા સાથે રિલેશનશિપમાં છે.
નુસરત જહાંએ વર્ષ ૨૦૧૯માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. જે બાદ સંબંધોમાં તણાવ બાદ તેઓ બન્ને ૨૦૨૧માં અલગ થયા હતા.
You Might Be Interested In