News Continuous Bureau | Mumbai
અભિનેત્રી તુનિષા શર્માના નિધનથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. તુનિષાની માતા વનિતાએ તેના પૂર્વ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન ખાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા, જેના કારણે 70 દિવસ સુધી શીઝાન જેલમાં રહ્યો હતો. હવે તેને જામીન પર છોડવામાં આવ્યો છે અને હવે તે રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 13માં જોવા મળશે તેવા અહેવાલ છે. તુનીષાની માતા એ તેનો વિરોધ કર્યો હતો અને હવે તેણે શોના નિર્માતાઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી છે.
તુનિષા શર્મા ની માતા એ મોકલી લીગલ નોટિસ
તુનિષા શર્માના મૃત્યુ બાદ તેની માતા તેની પુત્રી માટે ન્યાય માટે લડી રહી છે. દરેક ઈન્ટરવ્યુમાં તેણે શીઝાન પર તેની પુત્રીને હેરાન કરવા, ધર્મ પરિવર્તન કરવા સહિતના અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં જ તુનિષા ની માતા વનિતા શર્માએ ખતરોં કે ખિલાડી 13ના નિર્માતાઓના નિર્ણય સામે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. હવે એવા અહેવાલો છે કે વનિતાએ શીઝાન ને શોમાં સામેલ કરવા બદલ ચેનલ અને એન્ડેમોલને કાનૂની નોટિસ મોકલી છે.
તુનિષા શર્મા ની માતા એ શીઝાન પર લગાવ્યો આ આરોપ
એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, વનિતાએ જણાવ્યું કે અભિનેતા પર આઈપીસી કલમ 306 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે અને પોલીસે શીઝાન વિરુદ્ધ 524 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. તેણે આરોપ લગાવ્યો કે તેના જેવા વ્યક્તિને ખતરોં કે ખિલાડી જેવું મોટું પ્લેટફોર્મ ન મળવું જોઈએ કારણ કે તેનાથી ખોટો સંદેશ જશે. વનિતાએ કહ્યું કે લોકો ટીવી સ્ટાર્સ અને સેલિબ્રિટીઓને પોતાનો આદર્શ માને છે અને તેથી તમે તેમને શોમાં રાખી શકતા નથી.આવી સ્થિતિમાં વનિતાએ રિયાલિટી શોમાં શીઝાન ને સાઈન કરવા માટે ચેનલ કલર્સ અને એન્ડેમોલને લીગલ નોટિસ પણ મોકલી છે. વનિતાએ એમ પણ કહ્યું કે શીઝાન ડ્રગ્સ લેતો હતો અને ગાળો બોલતો હતો.તાજેતરમાં, શીઝાન ને ખતરોં કે ખિલાડી 13 માટે વિદેશ જવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી, જે તેને મળી પણ ગઈ છે. પોલીસે તેનો પાસપોર્ટ તેને સોંપ્યો હતો.