News Continuous Bureau | Mumbai
ઉર્ફી જાવેદ(Urfi Javed) કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. તે ઘણીવાર વિચિત્ર ડ્રેસ પહેરીને પાપારાઝીની(Paparazzi) સામે પોઝ આપતી જોવા મળે છે. હવે તે તેના અંગત જીવનના (personal life)કારણે ચર્ચામાં આવી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા (social media)પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના એક્સ બોયફ્રેન્ડ પારસ કલનાવત સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ઉર્ફી અને પારસને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ઘણાએ ઉર્ફીને પૂછ્યું છે કે શું તેણીએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ (ex boyfriend)સાથે પેચઅપ કર્યું છે?
તાજેતરમાં જ ઉર્ફી તેની ખાસ મિત્ર અંજલિ અરોરાના જન્મદિવસની પાર્ટીમાં(Anjali arora birthday party) પહોંચી હતી. આ દરમિયાન તેનો એક્સ બોયફ્રેન્ડ પારસ કલનાવત પણ પાર્ટીમાં હાજર હતો. હવે જો તમને લાગતું હોય કે પૂર્વ યુગલ એકબીજાને જોયા પછી ઓકવર્ડ ફીલ કરતા હશે, તો તમે ખોટા છો કારણ કે પાર્ટીમાં આ બંનેની ધમાકેદાર બોન્ડિંગ(bonding) હતી. તેમજ ત્યાં ઉપસ્થિત ઘણા લોકોનું કહેવું છે કે, ઉર્ફીએ પાર્ટીમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પર પ્રેમ વરસાવ્યો હતો.અંજલિ અરોરાની પાર્ટીમાંથી ઉર્ફી અને પારસનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં ઉર્ફી તેના રિવિલિંગ ડ્રેસ (reveling dress)પર ઓવર સાઈઝ જેકેટ પહેરેલી જોવા મળે છે અને પારસે ઓલ બ્લેક લુક પહેર્યો છે. તેમજ બેકગ્રાઉન્ડ માં 'સેટરડે સેટરડે' ગીત ચાલી રહ્યું છે. આ ગીત પર ઉર્ફી અને પારસ એકબીજા સાથે જોરદાર ડાન્સ(dance) કરતા જોવા મળે છે. બંને આ ગીતના હૂક સ્ટેપ પણ મજેદાર રીતે કરી રહ્યા છે અને તેમને એકસાથે જોઈને કોઈ ગુપ્ત રીતે વીડિયો બનાવી રહ્યું છે.
કિસિંગ સીન કરતી વખતે બેકાબૂ બન્યા આ ફિલ્મ સ્ટાર્સ-ડાયરેક્ટરના કટ કહ્યા પછી પણ અટક્યા નહીં સેલેબ્સ
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પારસના(Paras kalnawat) ચહેરા પરથી ઉર્ફીની નજર હટી રહી નથી, જેને જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે ઉર્ફીએ પારસ પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. એટલું જ નહીં, ઘણા લોકોએ ઉર્ફીને પૂછ્યું છે કે શું તેણીએ તેના પૂર્વ બોયફ્રેન્ડ પારસ સાથે પેચઅપ કર્યું છે અને ઘણા લોકો કહે છે કે આ બંને ખૂબ જ સારા મિત્રો છે.