News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર પોતાના કપડાને લઈને હેડલાઈન્સમાં રહેતી ઉર્ફી જાવેદ(Urfi Javed) દરરોજ તેના કપડાથી લઈને તેના નિવેદનો સુધી સમાચારમાં રહે છે. તે પોતાની વિચિત્ર ફેશનથી લોકોને ચોંકાવી દેતી હોય છે. આટલું જ નહીં, આ માટે તેમને ટ્રોલર્સનો(Trollers) પણ સામનો કરવો પડે છે, પરંતુ આનાથી તેને કોઈ ફરક પડતો નથી. તેની વિચિત્ર શૈલી માટે અભિનેત્રી ની ઘણી ટીકા થઈ રહી છે. આ વખતે ઉર્ફી તેના અંગત જીવનને(personal life) લઈને હેડલાઈન્સમાં છે.
તાજેતરમાં જ ઉર્ફીએ એક યૂટ્યૂબ ઇન્ફ્લુએન્ઝર (YouTube influencer) ના શોમાં હાજરી આપી હતી, જે દરમિયાન તેણે પોતાના જીવન અને ‘બિગ બોસ’ (Bigg Boss) માં આવવાનું કારણ પણ જણાવ્યું હતું. ઉર્ફી જાવેદને ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે, 'તેના પર મીડિયા ને પૈસા આપી ને બોલાવવાનો આરોપ છે? આ સવાલના જવાબમાં ઉર્ફીએ કહ્યું, 'શું હું કોઈલી જેનર(Kylie Jenner) છું? ક્યાંથી આવ્યા પૈસા? શું હું અંબાણીની દીકરી છું?'. ઉર્ફીએ આગળ જવાબ આપ્યો કે 'ક્યારેક લોકો કહે છે કે મારી પાસે કપડાં પહેરવા માટે પૈસા નથી. બીજી તરફ લોકો કહે છે કે હું પૈસા આપું છું? તમને શું લાગે છે કે મારી પાસે પૈસા ક્યાંથી આવે છે? જુઓ મારી સામે'.વાત કરતી વખતે ઉર્ફીએ આગળ કહ્યું કે 'શું તમે લોકો ખરેખર એવું વિચારો છો કે હું કોઈને પૈસા આપીને મને કવર કરવા માટે બોલવું છું?'. ઈન્ટરવ્યુમાં વાત કરતા ઉર્ફીએ વધુમાં કહ્યું કે, 'હું છેલ્લા 8 વર્ષથી આર્થિક સંકટનો સામનો કરી રહી હતી. જ્યારે હું ‘બિગ બોસ’માં આવી ત્યારે મેં લોન પર પૈસા લીધા હતા. મેં ત્યાં પહેરેલા બધા કપડાં ઉછીના લીધેલા હતા. જ્યારે હું ‘બિગ બોસ’ માંથી બહાર આવી ત્યારે મારા પર ઘણું દેવું હતું. હું શોમાં માત્ર એક અઠવાડિયું હતી. એમાં પણ મેં વધારે કમાણી કરી ન હતી. તેથી હવે જ્યારે હું કંઈક કરીને પૈસા કમાઈ રહી છું, તો મને લાગે છે કે શા માટે હું તેમાં વિશેષતા ન રાખું અને તેમાંથી વધુ પૈસા કમાઉ.’
આ સમાચાર પણ વાંચો : બિગ બોસ ફેમ બેનાફશા સૂનાવાલાએ કરી બોલ્ડનેસની તમામ હદ પાર-તસવીરો જોઈને ઉર્ફી જાવેદના ચાહકો ના ઉડી જશે હોશ-જુઓ ફોટોગ્રાફ્સ
ઉર્ફી જાવેદે વધુમાં કહ્યું કે, 'જ્યારે હું મુંબઈ આવી તો આઠ વર્ષ નાના-નાના કામ કરી ને ગુજરાન ચલાવતી હતી. ત્યારે જે પણ કામ મળતું હતું તે કરી લેતી હતી. મેં મન વગર કામ કર્યું છે. 15 સિરિયલોમાં કામ કર્યું પરંતુ મને કોઈ સિરિયલ થી સફળતા મળી નથી. મેં 2500 રૂપિયાથી શરૂઆત કરી હતી અને છેલ્લે એક વેબ સિરીઝમાં(Web Series) કામ કર્યું હતું, જેના માટે મને માત્ર 18 હજાર રૂપિયા મળ્યા હતા. જણાવી દઈએ કે ઉર્ફી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે. ભૂતકાળમાં, તેણીને કોઈ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેના કારણે તે ઘણી હેડલાઇન્સમાં રહી હતી. આ સિવાય ઉર્ફી જાવેદે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે.