News Continuous Bureau | Mumbai
ઉર્ફી જાવેદ ઘણીવાર તેના ડ્રેસને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ(Urfi Javed social media troll) થતી રહે છે. ઉર્ફી ક્યારેક બોરીઓમાંથી બનેલો ડ્રેસ પહેરે છે તો ક્યારેક કાચનો 20 કિલોનો ડ્રેસ પહેરીને બધાની સામે આવે છે. પરંતુ આ વખતે ઉર્ફી સાડીમાં(saree) જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદ પણ સાડી સાથે ક્રોપ્ડ બ્લાઉઝ (crop blouse)પહેરેલી જોવા મળે છે. જે ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં ઉર્ફી જાવેદ સાડીમાં જોવા મળી રહી છે. તેનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
ઉર્ફીએ પીળી પ્રિન્ટેડ સાડી (printed saree)પહેરી હતી જે તેના મિત્ર દ્વારા હાથથી પ્રિન્ટ કરવામાં આવી હતી. આ સાથે, એવું વાદળી બ્લાઉઝ (blue blouse)પહેર્યું હતું જેમાં ખુબ જ ઓછા ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઉર્ફીએ લાઉડ મેક-અપ (makeup)અને હેર ટાઈ કરીને પોતાનો લુક પૂરો કર્યો.
ઉર્ફીના ઈદ લૂકને(Eid look) કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે, લોકો તેની આ સ્ટાઈલની ટીકા કરી રહ્યા છે.
ઉર્ફી પાપારાઝી અને તેના ચાહકો માટે ઈદ પર કેટલીક બંગાળી મીઠાઈઓ(bengali sweets) પણ લાવી હતી, જે તેણે પોતે દરેકને વહેંચી હતી. આ સાથે ઉર્ફી તેની ફેશન સેન્સ (fashion sense)વિશે પણ વાત કરતી જોવા મળી હતી. ઉર્ફી કહે છે કે તે કંઈપણ અને ગમે ત્યાં પહેરી શકે છે, આ તેની ઓળખ છે જેથી લોકો તેને અલગથી ઓળખી શકે.
આ સમાચાર પણ વાંચો : સોનાક્ષી સિન્હાએ બદલ્યો પોતાનો લુક-નવા અવતારમાં ઓળખવી થઈ મુશ્કેલ- જુઓ ફોટોગ્રાફ્સ