News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા સેન્સેશન(Social Media Sensation) ઉર્ફી જાવેદના(Urfi Javed) પોસ્ટની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. તેના અતરંગી પોશાક ચાહકોના હૃદયના ધબકારા વધારે છે. ઉર્ફી વિવિધ ડિઝાઇનના પોશાક પહેરી ને ઇન્ટરનેટ પર આગ લગાવે છે. આ વખતે ઉર્ફીએ એવો ડ્રેસ બનાવ્યો છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. આ ડ્રેસમાં ઉર્ફીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
તેના લેટેસ્ટ લૂકમાં(latest look), ઉર્ફીએ કંઈક એવું પહેર્યું છે જે કદાચ આજ પહેલાં ક્યાંય અજમાવવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ(Instagram) પર એક રીલ શેર કરી છે જેમાં તેણે અત્યાર સુધીનો સૌથી અતરંગી ડ્રેસ પહેર્યો છે. ઉર્ફી આ વખતે ન તો બ્રેલેસ છે કે ન તો ટોપલેસ, પરંતુ તેમ છતાં તેનો ગેટઅપ ખૂબ જ બોલ્ડ છે.ઉર્ફીએ સાદું લવંડર હાફ-સ્લીવ્ડ ટોપ પહેર્યું છે પરંતુ દેખાવની વિશેષતા ઉર્ફીનું સ્કર્ટ છે. આ લુકમાં ઉર્ફીએ ખૂબ જ બોલ્ડ અને અલગ પ્રકારનો સ્કર્ટ પહેર્યો છે જેમાં આખો સ્કર્ટ કોઈ કાપડનો નથી પણ ઘડિયાળનો(watch) બનેલો છે. પાતળા તાર સાથે, ઉર્ફીએ કાંડા ઘડિયાળ(wristwatch) ઉમેરીને સ્કર્ટ બનાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મ એનિમલ ના શૂટિંગ વખતે રણબીરના લીધે રડી હતી રશ્મિકા મંદન્ના- કારણ જાણીને તમે પણ ચોંકી જશો
ઉર્ફી હંમેશા તેના દેખાવ પર નવા નવા એક્સપરિમેન્ટ(New Experiment) કરતી રહે છે, થોડા સમય પહેલા ઉર્ફી લાલ પોશાકમાં જોવા મળી હતી જેમાં તેને તેના શરીર ને ગ્લીટર દ્વારા ઢાંક્યું હતું.