Site icon

Saiyaara: ‘સૈયારા’ ફિલ્મ ની રિલ્સ ને લઈને વરુણ બડોલાએ કર્યો મોટો ખુલાસો

Saiyaara: 'સૈયારા' ફિલ્મ માં અહાન પાંડેના પિતાનું પાત્ર ભજવનાર વરુણ બડોલાએ ફિલ્મ ની રિલ્સ ને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.

Varun Badola Exposes PR Stunt Behind Viral Reels of Saiyaara Movie Craze

Varun Badola Exposes PR Stunt Behind Viral Reels of Saiyaara Movie Craze

News Continuous Bureau | Mumbai

Saiyaara: મોહિત સૂરીની ફિલ્મ ‘સૈયારા’ (Sayara) હાલમાં ચર્ચામાં છે અને બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. ફિલ્મ ની રિલીઝ બાદ દર્શકોના ભાવનાત્મક પ્રતિસાદ દર્શાવતી અનેક રિલ્સ (Reels) વાયરલ થઈ હતી – જેમાં કેટલાક લોકો IV ડ્રિપ (Drip) લગાવીને થિયેટર પહોંચ્યા હતા. હવે ફિલ્મમાં અહાન પાંડેના પિતાનું પાત્ર ભજવનાર વરુણ બડોલાએ આ રિલ્સને PR સ્ટન્ટ (Stunt) ગણાવીને મજાક ઉડાવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : War 2 : YRF સ્પાય યુનિવર્સની સૌથી લાંબી ફિલ્મ બની ‘વોર 2’, CBFC તરફથી મળ્યું UA સર્ટિફિકેટ, જાણો ફિલ્મ ના રન ટાઈમ વિશે

વરુણ બડોલા: “મને લાગ્યું કે ફિલ્મ તો નોર્મલ જ રહેશે”

વરુણ બડોલાએ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં જણાવ્યું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈને આશા નહોતી કે ‘સૈયારા’ (Sayara) એટલી મોટી હિટ થશે. “મને લાગ્યું હતું કે ઓછામાં ઓછું પ્રોડક્શન ખર્ચ તો નીકળી જશે,” એમ તેણે કહ્યું. “હજુ પણ મેં ફિલ્મ જોઈ નથી.” 


ફિલ્મ રિલીઝ થયા પછી ચોથા દિવસે સોશિયલ મીડિયા પર લોકોના રિએક્શન (Reaction) દર્શાવતી રિલ્સ વાયરલ થઈ. વરુણ કહે છે કે “લોકો બંગડીઓ તોડે છે, છાતી પીટે છે, PR ટીમે વધારે કરી દીધું છે. મને લાગે છે કે આ લોકો ને ખાસ કન્ટેન્ટ (Content) બનાવવાનું કહેવામાં આવ્યું હશે.” મોહિત સૂરીએ અગાઉ કહ્યું હતું કે ફિલ્મને મળેલો પ્રતિસાદ ઓર્ગેનિક (Organic) છે. પરંતુ વરુણ બડોલા આ વાતને નકારીને કહ્યું કે “ભગવાનનો આભાર છે કે લોકો પગ તોડીને ઘૂંટણ પર થિયેટર પહોંચ્યા નથી!”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

PM Modi Selfie Fauda Stars: PM મોદી અને ‘Fauda’ ફેમ લિયર રાઝની મુલાકાત: પીએમએ સેલ્ફી સાથે આપ્યું એવું નિવેદન કે કલાકારો પણ હસી પડ્યા!
Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Exit mobile version