Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ

Vijay Rashmika Wedding: ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરના આઈટીસી મોમેન્ટોઝમાં લેશે સાત ફેરા; ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થશે શાહી લગ્નની વિધિઓ

by Zalak Parikh
ViRash Wedding: Vijay Deverakonda and Rashmika Mandanna Off to Udaipur After Official Marriage Announcement.

News Continuous Bureau | Mumbai

 Vijay Rashmika Wedding: લાંબા સમયની અટકળો બાદ આખરે સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ પોતાના સંબંધો પર મહોર મારી દીધી છે. રવિવારે આ કપલે સત્તાવાર નિવેદન જારી કરીને પોતાના લગ્નની જાહેરાત કરી હતી, જેને તેમણે ‘વિરોષના લગ્ન’ નામ આપ્યું છે આ કપલ હૈદરાબાદ એરપોર્ટ પર ઉદયપુર જવા રવાના થતા જોવા મળ્યું હતું.એરપોર્ટ પર વિજય અને રશ્મિકા અત્યંત ખુશ દેખાઈ રહ્યા હતા. વિજય દેવરકોંડા વ્હાઈટ શર્ટ, બ્લેક પેન્ટ અને લેધર જેકેટમાં પોતાની નવી હેરસ્ટાઇલ અને મૂછો ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો. જ્યારે રશ્મિકા સ્ટાઇલિશ ગ્રે બ્લેઝર અને ટ્રાઉઝરમાં જોવા મળી હતી. તેમની સાથે વિજયનો ભાઈ આનંદ દેવરકોંડા અને પરિવારના અન્ય સભ્યો તેમજ ખાસ મિત્રો પણ હતા.

આ સમાચાર પણ વાંચો : Aryan Khan Best Director Award: શાહરૂખના પુત્રએ કરી કમાલ! આર્યન ખાનને મળ્યો કરિયરનો પહેલો એવોર્ડ; મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે થાબડી પીઠ

૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં શાહી લગ્ન

અહેવાલો મુજબ, વિજય અને રશ્મિકા ૨૬ ફેબ્રુઆરીએ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા આલીશાન રિસોર્ટ ‘આઈટીસી મોમેન્ટોઝ’ માં લગ્નના બંધનમાં બંધાશે. લગ્નની વિધિઓ ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે તેવી શક્યતા છે. આ લગ્ન અત્યંત ખાનગી રાખવામાં આવ્યા છે, જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને જ આમંત્રણ અપાયું છે.

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)


ઉદયપુરમાં શાહી લગ્ન બાદ, આ નવપરિણીત યુગલ ૪ માર્ચે હૈદરાબાદમાં એક ગ્રાન્ડ રિસેપ્શન આપવાનું છે. આ રિસેપ્શનમાં સાઉથ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજ કલાકારો સામેલ થવાની સંભાવના છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના ઇન્વિટેશન કાર્ડ અને ગિફ્ટ બોક્સની તસવીરો પહેલેથી જ વાયરલ થઈ ચૂકી છે, જેને જોઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More