News Continuous Bureau | Mumbai
ફિલ્મો ઉપરાંત અભિનેત્રી નીના ગુપ્તા ( Neena Gupta ) પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ ( vivian richards ) સાથે રિલેશનશિપમાં રહેલી નીના ગુપ્તાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યારે તેને ખબર પડી કે તે વિવિયનના બાળકની માતા ( Pregnancy ) બનવા જઈ રહી છે ત્યારે તેણે તેને ફોન ( Called ) કર્યો. વિવિયન રિચાર્ડ્સ તે સમયે પહેલેથી જ પરિણીત હતા. નીના ગુપ્તાના કહેવા પ્રમાણે, તે સમયે તેનો પરિવાર ઈચ્છતો ન હતો કે તે બાળકને જન્મ આપે, પરંતુ વિવિયન તેને સપોર્ટ કરતો હતો. જોકે, થોડા સમય પછી અભિનેત્રીના પિતા પણ આ નિર્ણય સાથે સંમત થયા હતા.
મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં નીના ગુપ્તાએ ( Neena Gupta ) જણાવ્યું કે ‘જ્યારે મને પ્રેગ્નન્સીની ( Pregnancy ) ખબર પડી ત્યારે મેં વિવિયનને ( vivian richards ) ફોન કર્યો. હું ખુશ હતી પણ એવું નહતું કે હું બહુ ખુશ હતી. હું વિવિયન પ્રેમ કરતી હતી. મેં વિવિયનને પૂછ્યું કે જો તને આ બાળક નથી જોઈતું તો હું જન્મ નહીં આપું. વિવિયાને કહ્યું, હું ઈચ્છું છું કે તમે આ બાળકને જન્મ આપો’. નીના ગુપ્તાએ આગળ કહ્યું, ‘તે સમયે બધા મને એક જ સલાહ આપતા હતા કે તું એકલા હાથે બાળકને કેવી રીતે ઉછેરીશ, તું બાળક ને કોનું નામ આપીશ. વિવિયન રિચાર્ડ્સ તે સમયે પહેલેથી જ પરિણીત હતા. હું બધું છોડીને તેની સાથે રહેવા એન્ટિગુઆ જઈ શકી નહીં. જ્યારે તમે યુવાન હોવ ત્યારે શું થાય છે કે તમે આંધળા થઇ જાઓ છો, જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે તમે કોઈનું સાંભળતા નથી. એ ઉંમરે કોઈ બાળક પોતાના માતા-પિતાનું સાંભળતું પણ નથી… આ મારી સ્થિતિ હતી.’
આ સમાચાર પણ વાંચો: આજે તારીખ – ૨૪:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
વિવિયન રિચર્ડ્સ ( vivian richards ) અને નીના ગુપ્તાની ( Neena Gupta ) પહેલી મુલાકાત જયપુરમાં થઈ હતી. તે સમયે નીના વિનોદ ખન્ના સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. દરમિયાન, જયપુરની મહારાણીએ ફિલ્મની સમગ્ર કાસ્ટને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. વિવિયન રિચર્ડ્સ પણ ત્યાં હાજર હતા. ધીમે-ધીમે વિવિયન અને નીના નજીક આવ્યા અને સંબંધોમાં પ્રવેશ્યા.તમને જણાવી દઈએ કે વિવિયન રિચર્ડ્સ અને નીના ગુપ્તાની પુત્રી મસાબા ગુપ્તા એક ફિલ્મ અભિનેત્રી અને જાણીતી ફેશન ડિઝાઇનર છે. નીનાના કહેવા પ્રમાણે, તેણે દીકરી મસાબાથી ક્યારેય કંઈ છુપાવ્યું ન હતું અને વિવિયન સાથેના તેના સંબંધો વિશે બધું સ્પષ્ટપણે કહ્યું હતું.