News Continuous Bureau | Mumbai
ફેમસ ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં (TMKOC) બબીતા જીનો રોલ કરીને ફેમસ બનેલી એક્ટ્રેસ મુનમુન દત્તા (Munmun dutta) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. મુનમુનને ફરવાનો, નવી જગ્યા જોવાનો ખુબ શોખ છે. મુનમુન ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાના ફોટા અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે પોતાનો અનુભવ શેર કરતી રહે છે. પ્રવાસની શોખીન મુનમુન સાથે એકવાર એવું કંઈક થયું કે તે મૃત્યુના મુખમાંથી બચી ગઈ. તેણે પોતે આ સ્ટોરી સોશિયલ મીડિયા (social media) પર શેર કરી હતી.
મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી હતી અને જણાવ્યું હતું કે તે તાંઝાનિયાના (Tanzania) કિલીમંજારો પર્વત (Kilimanjaro mountain) પર ચઢી રહી હતી, જે આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે. અહીં બે દિવસ સુધી ચડ્યા પછી ક્લોસ્ટ્રોફોબિયા (clostrophobia) કારણે તેને રોકવું પડ્યું.મુનમુને આ પોસ્ટમાં લખ્યું,હતું કે ‘હું ગ્રુપમાં શારીરિક અને માનસિક રીતે સૌથી મજબૂત (strong) વ્યક્તિ હતી. મને ખબર હતી કે હું સમય પહેલા પહાડની ટોચ પર પહોંચી જઈશ. પરંતુ તમે ક્યારેય દરેક વસ્તુ માટે તૈયાર થઈ શકતા નથી અને મારા કિસ્સામાં ક્લોસ્ટ્રોફોબિયા ખૂબ જ છે, જેને મેં ચડતા પહેલા અવગણ્યું હતું, પરંતુ પર્વતોએ મને સમજાવ્યું.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: આજે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, કર્ક-તુલા સહિત આ 4 રાશિઓને થશે લાભ
મુનમુને જણાવ્યું કે પર્વતના ઘેરા અંધકાર થી તેને ક્લોસ્ટ્રોફોબિયા (clostrophobia) થયો અને તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તેણીએ જણાવ્યું કે છેલ્લી રાત્રે તે તેના તંબુની બહાર લગભગ બેહોશ (unconscious) થઈ ગઈ હતી અને પછી તેણે નક્કી કર્યું કે તે ચઢવાનું બંધ કરશે. આ પોસ્ટમાં પોતાની ટીમનો આભાર માનતા તેણે લખ્યું, ‘હું મારી ટીમ નો આભારી છું જેણે મને આ મૃત્યુના અનુભવમાંથી બચાવી.’ મુનમુને જણાવ્યું કે 5 ડિગ્રી તાપમાનવાળી ઠંડીની રાત્રે, તેમની ટીમે તેની બેગ પેક કરી અને લગભગ એક કલાક સુધી તેની સાથે તે જગ્યાએ ચાલ્યા, જ્યાંથી કાર તેને પહાડો પરથી નીચે ઉતારી શકતી હતી. આ પોસ્ટમાં મુનમુને આગળ લખ્યું કે જ્યારે હું ક્લોસ્ટ્રોફોબિયા નો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈશ, ત્યારે હું કિલીમંજારો (kilimanjaro mountain) પરત ફરીશ.’ તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરે છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. મુનમુન દત્તાના ઈન્સ્ટાગ્રામ પર 3.2 મિલિયન એટલે કે લગભગ 32 લાખ ફોલોઅર્સ છે.
Join Our WhatsApp Community