News Continuous Bureau | Mumbai
Aishwarya sharma: ટીવી અભિનેત્રી ઐશ્વર્યા શર્મા હાલ લાઈમલાઈટ મેળવી રહી છે. ઐશ્વર્યા શર્મા બિગ બોસ 17 માં જોવા મળી હતી આ શો માં તે તેના પતિ નીલ ભટ્ટ સાથે જોવા મળી હતી. આ શો દ્વારા ઐશ્વર્યા એ તેના ચાહકો ને ધ્યાન ખેંચ્યું હતું. હવે તે બિગ બોસ ના ઘરમાંથી બહાર આવી ગઈ છે પરંતુ તેમછતાં તેના ચાહકો તેને ફરી પડદા પર જોવા માંગે છે. ચાહકો એ માંગ કરી રહ્યા છે કે ઐશ્વર્યા શર્મા એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દયા ભાભી ની ભૂમિકા ભજવવી જોઈએ. જેના કારણે સોશિયલ મીડિયા પર મેકર્સ પાસે માંગ શરૂ થઈ ગઈ છે.
દયા ભાભી ના રોલ માં ઐશ્વર્યા શર્મા ને જોવા માંગે છે ચાહકો
બિગ બોસ 17 માં ઐશ્વર્યા શર્મા તેના પતિ નીલ ભટ્ટ સાથે પહોંચી હતી. જોકે હવે બંને શો માંથી બહાર આવી ગયા છે. આ દરમિયાન ઐશ્વર્યા શર્મા એ તેના પતિ નીલ ભટ્ટ સાથે એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે દયા ભાભી ની મિમિક્રી કરતી જોવા મળી હતી. અભિનેત્રીની આ પ્રતિભા જોઈને ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. યુઝર્સ ઐશ્વર્યાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભી ના રોલમાં જોવા માંગે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે શોના મેકર્સ પાસે ઐશ્વર્યાને દયા ભાભી ના પાત્રમાં કાસ્ટ કરવાની માંગ કરી છે.
Next Daya Ben for #TMKOC !!
•
•
•
•
~ Cutest couple ever 🌟•• Retweet if you want her as Daya Ben🔁••#NeilBhatt #NeilArmy @neilbhatt4 #BB17 #BigBoss17 #AishwaryaSharma @AishSharma812 pic.twitter.com/CLZJYFNZjy
— 𝐓𝐞𝐚𝐦 𝐍𝐞𝐢𝐥 𝐁𝐡𝐚𝐭𝐭 ✨ (@TeamNeilBhattFC) January 16, 2024
તમને જણાવી દઈએ કે, તારક મહેતા માં છેલ્લા કેટલાય સમય થી દયા ભાભી ગાયબ છે મેકર્સ નવી દયા ભાભી ની શોધમાં છે. આવી સ્થિતિ માં ઐશ્વર્યા દ્વારા દયા ભાભી ની મિમિક્રી કરતા લોકો મેકર્સ પાસે નવી દયા ભાભી ની માંગ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થશે અભીર ની એન્ટ્રી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ અભિનેતા ભજવી શકે છે અક્ષરા ના પુત્ર ની ભૂમિકા