Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન

Yeh Rishta Kya Kehlata Hai: અભિરા-અરમાનનો જાદુ ફેલ? IPL 2026 પૂર્વે શોની પકડ મજબૂત કરવા મેકર્સને નોટિસ; ટોપ ૫ માંથી બહાર થતા જોખમ વધ્યું.

by Zalak Parikh
Yeh Rishta Kya Kehlata Hai in Trouble: Channel Issues Ultimatum as TRP Plummets; Show Might Go Off-Air After 16 Years.

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai: નાના પડદા પર સૌથી લાંબો સમય ચાલનારો અને ચાહકોનો ફેવરિટ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (YRKKH) અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૯માં અક્ષરા અને નૈતિકની પ્રેમકહાનીથી શરૂ થયેલી આ સફર આજે ચોથી પેઢી (અભિરા અને અરમાન) સુધી પહોંચી છે. જોકે, જે શો એક સમયે TRP ચાર્ટ પર રાજ કરતો હતો, તે આજે ટોપ ૧૦માં સ્થાન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, શોની સતત ઘટતી રેટિંગ્સે ચેનલની ચિંતા વધારી દીધી છે. ચેનલે પ્રોડ્યુસર રાજન શાહીના પ્રોડક્શન હાઉસને કડક ચેતવણી આપી છે. શોમાં તાજેતરમાં ૮ વર્ષનો લાંબો લીપ પણ લાવવામાં આવ્યો હતો જેથી નવી વાર્તા અને પાત્રો દ્વારા પ્રેક્ષકોને ફરીથી જોડી શકાય, પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી.

આ સમાચાર પણ વાંચો : KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન

IPL 2026 પૂર્વેનું ‘અલ્ટીમેટમ’ 

જાણકારી મુજબ, સ્ટાર પ્લસ ચેનલે મેકર્સને સ્પષ્ટ કરી દીધું છે કે IPL 2026 શરૂ થાય તે પહેલા શોએ પોતાની ખોવાયેલી પકડ પાછી મેળવવી પડશે. સામાન્ય રીતે ક્રિકેટ સિઝન દરમિયાન ટીવી શોની TRP પર ખરાબ અસર પડતી હોય છે. જો IPL પૂર્વે રેટિંગ્સમાં સુધારો નહીં થાય, તો ચેનલ શો બંધ કરવાનો અથવા સ્લોટ બદલવાનો આકરો નિર્ણય લઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)


સમૃદ્ધિ શુક્લા (અભિરા) અને રોહિત પુરોહિત (અરમાન) ની જોડીને દર્શકોએ શરૂઆતમાં પસંદ કરી હતી, પરંતુ વાર્તામાં વારંવાર આવતા ટ્વિસ્ટ અને લીપ છતાં TRP ગ્રાફ નીચે જઈ રહ્યો છે. મેકર્સને આશા હતી કે લીપ પછી અભિરા અને અરમાનની દીકરીઓની એન્ટ્રીથી રેટિંગ વધશે, પરંતુ પરિણામ તેનાથી ઉલટું આવ્યું છે. ચેનલે હવે ‘હાઈ-ઈમ્પેક્ટ’ ડ્રામા રજૂ કરવા માટે નોટિસ ફટકારી છે. ડૂબતી નૈયાને પાર લગાવવા માટે હવે રાજન શાહી કયો નવો દાવ ખેલે છે તેના પર સૌની નજર છે. ચર્ચા છે કે આગામી એપિસોડ્સમાં અભિરા અને અરમાનનો સામનો એક મોટા ધડાકા સાથે કરાવવામાં આવશે. જો આ ટ્વિસ્ટથી પણ TRPમાં સુધારો નહીં થાય, તો ૧૬ વર્ષથી ચાલી રહેલા આ આઇકોનિક શોના અંતની શરૂઆત થઈ શકે છે. જોકે, હજુ સુધી મેકર્સ કે કલાકારો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More