News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા 14 વર્ષ થી દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો સ્ટાર પ્લસનો જૂનો અને લોકપ્રિય શો છે.આ શો ની વાર્તા હિના ખાને ભજવેલા પાત્ર અક્ષરા થી શરૂ થાય છે અને પ્રણાલી રાઠોડે ભવેલા પાત્ર અક્ષરા ની પુત્રી અભિરા સુધી પહોંચે છે. આ શોમાં ફરી એક લીપ આવી રહ્યો છે. હવે શો નાઈ વાર્તા નવા પાત્રો સાથે આગળ વધશે. હવે આ શો ની નવી સ્ટારકાસ્ટ ના નામ સામે આવી રહ્યં છે. લીપ બાદ સમૃદ્ધિ શુકલા અક્ષરા અને અભિનવની દીકરી અભીરા નું પાત્ર ભજવશે.હવે આરોહી અને નીલ ની દીકરી રુહી નું પાત્ર કોણ ભજવશે તેનું પણ નામ સામે આવ્યું છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રુહી નું પાત્ર ભજવશે પ્રતીક્ષા
મીડિયા રિપોર્ટ અનુસાર, રુહીના રોલમાં પ્રતિક્ષા હોનમુકેને કાસ્ટ કરવાની વાત ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિક્ષા વ્યવસાયે એર હોસ્ટેસ છે. પ્રતિક્ષા ના આ શોમાં કાસ્ટિંગ ને લઈને લોકોની મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાકે તેને ક્યૂટ કહી છે. કેટલાક લોકો લખી રહ્યા છે કે બે બહેનોની સ્ટોરી ફરી રિપીટ થશે. એક વાચકે એમ પણ લખ્યું છે કે આ સુંદર છોકરી કઈ મુસીબતમાં ફસાઈ ગઈ?
આ શો વર્ષ 2009માં શરૂ થયો હતો ત્યારે આ શો માં હિના ખાન-કરણ મહેરા એ અક્ષરા અને નૈતિક ની ભૂમિકા ભજવી હતી.આ પછી શિવાંગી જોશી, મોહસીન ખાને નાયરા અને કાર્તિક ની ભૂમિકા ભજવી હતી.ત્યારબાદ, પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા અક્ષરા અને અભિમન્યુ ની ભૂમિકા ભજવી રહ્યા છે. હવે શો માં પ્રણાલી અને હર્ષદના બાળકોની વાર્તા બતાવવામાં આવશે. સમૃદ્ધિ શુક્લા અભિરાના રોલમાં હશે. શહેઝાદા ધામી તેની વિરુદ્ધ મુખ્ય ભૂમિકા ભજવશે.
આ સમાચાર પણ વાંચોઃ Yeh rishta kya kehlata hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના નવા પ્રોમો માં જોવા મળી અક્ષરા-અભિનવની દીકરીની ઝલક, આવી હશે લીપ બાદ સિરિયલ ની વાર્તા
