News Continuous Bureau | Mumbai
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War) વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના(Russian President Vladimir Putin) સૌથી નીકટના સહયોગીમાંથી(Associate) એક એલેક્ઝાન્ડર દુગિનના(Alexander Dugin) પુત્રીનું કાર બોમ્બ વિસ્ફોટમાં(car bomb explosion) મોત થયું છે. દરિયા દુગિન નામની યુવતીનું કાર બોમ્બ અકસ્માતમાં મોત(Death in bomb accident) નિપજ્યું છે. અત્રે જણાવવાનું કે એલેક્ઝાન્ડર દુગિન આ સમગ્ર યુદ્ધના માસ્ટરમાઈન્ડ(Masterminds of war) ગણાય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું બ્રેઈન ગણાતા રાજનૈતિક વિશ્લેષક(Political analyst) એલેક્ઝાન્ડર દુગિનના પુત્રીની કારમાં મોડી રાતે મોસ્કોમાં(Moscow) વિસ્ફોટ થયો. ધડાકામાં દરિયાનું મોત નિપજ્યું. દરિયા દુગિનની કારમાં રાતે લગભગ ૯.૪૫ વાગે મોઝાયસ્કાય હાઈવે(Mozaysky highway) પર ધડાકો થયો. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો કે વિસ્ફોટ રસ્તા વચ્ચે થયો. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે કાર આગનો ગોળો બની ગઈ.
ક્રિમિયા અને યુક્રેનમાં (Crimea and Ukraine) રશિયન સૈન્ય(Russian army) અભિયાનો પાછળ દુગિન હોવાનું મનાય છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે દુગિનની પુત્રીની કારમાં વિસ્ફોટ પાછળ યુક્રેનનો પણ હાથ હોઈ શકે છે.
