News Continuous Bureau | Mumbai
ભારત(India)ના પાડોશી દેશ શ્રીલંકા(Sri Lanka) બાદ હવે ઈરાક(Iraq)માં રાજકીય અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દેશમાં પણ હવે શ્રીલંકા જેવો વિરોધ(Protest) થઈ રહ્યો છે. સેંકડો ગુસ્સે થયેલા દેખાવકારો બુધવારે બગદાદ(Baghdad)ના ઉચ્ચ સુરક્ષાવાળા ગ્રીન ઝોન(Green zone)માં પ્રવેશ્યા, જ્યાં સરકારી ઇમારતો અને રાજદ્વારી મિશન છે.
મુખ્ય દ્વાર પર ભીડને રોકવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી, પરંતુ વિરોધીઓ ગ્રીન ઝોનના બે પ્રવેશદ્વાર પર એકઠા થયા હતા, ત્યારબાદ તેઓએ પોલીસ દ્વારા લગાવેલી સિમેન્ટની દિવાલ(Cement wall) તોડી નાખી હતી અને “અલ-સુદાની, બહાર નીકળો” ના નારા લગાવ્યા હતા. જે બાદ તેઓ સંસદ (parliament) માં ગયા હતા.
જો કે તે સમયે સંસદમાં કોઈ સાંસદ(MPs) હાજર ન હતા. તે સમયે સંસદની અંદર માત્ર સુરક્ષાકર્મીઓ જ હાજર હતા અને તેમણે પ્રદર્શનકારી(protesters) ઓને સરળતાથી અંદર જવા દીધા હતા. પ્રદર્શનકારીઓએ શિયા નેતા અલ-સદર(Muqtada al-Sadr)ની તસવીરો પણ હાથમાં રાખી હતી.
આ સમાચાર પણ વાંચો : કોરોનાના ઉદભવસ્થાન ચીનમાં મહામારીની રી-એન્ટ્રી-આ શહેરમાં ફરી વાર લોકડાઉન લાગુ પડાયું-લાખો લોકો ઘરોમાં કેદ
મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાન(Iran) તરફી રાજકીય પક્ષો વતી પૂર્વ પ્રાંતીય ગવર્નર મોહમ્મદ (Mohammed Shia' Al Sudani) શિયા અલ સુદાની(ને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નામાંકિત કરવાના વિરોધમાં પ્રદર્શનકારીઓ વિરોધ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ ઇરાકી શિયા નેતા મુક્તદા અલ-સદ્ર(Muqtada al-Sadr)ના સમર્થક છે.
આ વિરોધ પ્રદર્શન વચ્ચે ઈરાકના કાર્યવાહક વડાપ્રધાન મુસ્તફા અલ-કાધિમી(Mustafa Al-Kadhimi)એ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. સાથે તેમણે કહ્યું કે આ મામલે વિચારણા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મૌલવી અલ-સદરના જૂથે ઇરાકમાં ઓક્ટોબર 2021માં યોજાયેલી ચૂંટણીમાં 73 સીટ જીતી હતી, જેથી તે 329 સીટોવાળી સંસદમાં મોટી પાર્ટી બની ગઈ. પરંતુ વોટ બાદથી નવી સરકાર બનાવવા માટે વાતચીત અટલી અને અલ-સદર રાજનીતિક પ્રક્રિયાઓમાંથી હટી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : હે રામ- બિહારમાં બે મૃતક આઇએએસ ઓફિસરના પ્રમોશન થયાં-જાણો આખો છબરડો