શું રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ નો અંત આવશે? આજે બપોરે 3.30 વાગ્યે અહીં બંને દેશો વચ્ચે થશે વાતચીત; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,  

સોમવાર,

પરમાણુ હુમલાની ધમકી વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રશિયા સાથે શાંતિપૂર્ણ વાટાઘાટ યોજવા માટે તૈયાર થઈ ગયા છે. 

યુક્રેન રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે યુક્રેન પડોશી બેલારુસમાં રશિયન પ્રતિનિધિઓને મળવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલવા સંમત થયું છે.

લગભગ આજે બપોરે 3.30 વાગ્યે બેલારૂસમાં બંને દેશો વચ્ચે વાતચીત થશે.

આ વાટાઘાટ કોઈપણ પ્રકારની પૂર્વશરત વગર યોજવામાં આવશે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે યુક્રેને અગાઉ બેલારુસમાં મંત્રણા કરવાનો ઇનકાર કર્યો હતો.

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની હત્યાની ફિરાકમાં છે રૂસ, આટલા આતંકીઓ મોકલી દીધા, યુક્રેની રાષ્ટ્રપતિના દાવાથી ખળભળાટ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment