News Continuous Bureau | Mumbai
China Map: ચીન તેની અવળચંડાઈ હરકતો હજુ પણ મૂકી રહ્યું નથી. ફરી એકવાર તેના ખોટા ઈરાદાઓને ખુલ્લા પાડ્યા છે. ચીને સોમવારે તેના પ્રમાણભૂત નકશાની 2023 આવૃત્તિ લોન્ચ કરી, જેમાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને તેના દેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહીં ચીનના લેટેસ્ટ નકશામાં તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીનને પણ દર્શાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ભારત અરુણાચલ પ્રદેશ વિશે સતત કહેતું આવ્યું છે કે આ પ્રદેશ તેનો અભિન્ન ભાગ હતો અને હંમેશા રહેશે.
માનક નકશાની 2023 સત્તાવાર આવૃત્તિ
ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે X પર આ નકશો પોસ્ટ કર્યો છે. આ પોસ્ટમાં લખ્યું છે કે ચીનના માનક નકશાની 2023 સત્તાવાર આવૃત્તિ સોમવારે બહાર પાડવામાં આવી હતી. તદનુસાર, તે પ્રાકૃતિક સંસાધન મંત્રાલય દ્વારા હોસ્ટ કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ મેપ સેવાની વેબસાઇટ પર શરૂ કરવામાં આવી હતી. ગ્લોબલ ટાઈમ્સ દ્વારા પ્રદર્શિત કરાયેલ નવા નકશામાં ભારતના ભાગો સિવાય ચીને તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગરને પણ ચીનના ક્ષેત્રમાં સામેલ કર્યો છે. નકશામાં ચીને 9 ડેશ લાઇન પર પોતાનો દાવો રજૂ કર્યો છે. આ રીતે તેણે દક્ષિણ ચીન સાગરના મોટા ભાગ પર દાવો કર્યો છે. જોકે ભારતે ચીનને વારંવાર કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, છે અને રહેશે.
આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3 mission: ‘હેલો પૃથ્વીવાસીઓ…’, પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી મોકલ્યો આ ખાસ સંદેશ..
આ દેશોના ભાગો
ચીનના આ નકશામાં તાઈવાન ટાપુ અને દક્ષિણ ચીન સાગરનો મોટો ભાગ ચીનના પ્રદેશ તરીકે પણ સામેલ છે. આ બંને પર ચીન દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે. ચીન તાઈવાનને તેની મુખ્ય ભૂમિનો ભાગ માને છે અને મુખ્ય ભૂમિ સાથે તેનું એકીકરણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ઉદ્દેશ્યનો એક ભાગ છે. વિયેતનામ, ફિલિપાઈન્સ, મલેશિયા, બ્રુનેઈ અને તાઈવાન દક્ષિણ ચીન સાગરમાં પ્રદેશોનો દાવો કરે છે.
જણાવી દઈએ કે, ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ માને છે. જો કે ભારતે ચીનના આ નકશાને ફગાવી દીધો છે. ભારતનું કહેવું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને ભવિષ્યમાં પણ તે ભારતનો અભિન્ન ભાગ જ રહેશે.