Site icon News Continuous Bureau | Mumbai

પયગંબર મોહમ્મદ પરની વિવાદિત ટિપ્પણી ભાજપને પડી ભારે- આ અરબ દેશોએ ભારત પાસે કરી માફીની માંગણી- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પયગંબર મોહમ્મદ(Prophet Mohammad) પર એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપે પક્ષના પ્રવક્તા(BJP spokeperson)એ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો ભારત(India) સહિત પુરા વિશ્વમાં મુસ્લિમ સમુદાયે(Muslim community) વિરોધ કર્યો છે. અરબ દેશોમાં આ ટિપ્પણી બદલ ભારે નારાજગી વ્યાપી ગઈ છે. ભાજપે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા પક્ષના પ્રવક્તા નુપુર શર્મા(BJP spoekperson Nupur Sharma)ને છ વર્ષ માટે સસ્પેન્ડ(suspend) કર્યા છે. તો દિલ્હી ભાજપના મીડિયા હેટ નવીન કુમાર જિંદલે(Delhi BJP media head – Naveen Kumar Jindal) અમુક વિવાદિત ટ્વિટ કરી હતી, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

 ભાજપના પગલાને અરબ દેશ(Arab countiries) કતારે વધાવી લીધું છે. જોકે સાથે જ તેમણે ભારત સરકાર પાસેથી જાહેરમાં આ માટે માફી માંગવા(apology)ની માંગણી કરી છે. તે માટે તેમણે ઇન્ડિયન એમ્બેસેડર(Indian Ambassador) દીપક મિત્તલ(Deepak Mittal)ને હાજર થવા માટેનું સમન્સ(summons) મોકલ્યું છે.

આ સમાચાર પણ વાંચો : ઘઉં બાદ હવે આ ભારતીય ઉત્પાદનને વિદેશના દેશોએ પાછું કર્યું, નિકાસને પડશે ફટકો- જાણો વિગતે

અન્ય મુસ્લિમ દેશ કુવૈત(Kuwait) અને ઈરાને(Iran) પણ આ વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભારત સરકાર(Indian Govt) સામે વિરોધ નોંધાવ્યો છે અને જાહેરમાં માફી માંગવા(Apologize in public)ની માંગણી કરી છે. સાઉદી અરેબિયા(soudi Arabia)એ પણ આ ટિપ્પણી સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને આ વિવાદાસ્પદ ટિપ્પણીને દુનિયાના દરેક મુસ્લિમ સામેનું યુદ્ધ ગણાવ્યું હતુ.

હાલ ભારતના નાયબ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ (Vice President Venkaiah Naidu)કતાર(Qatar)ની મુલાકાતે છે ત્યારે ચાર દિવસની તેમની મુલાકાત દરમિયાન આ વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે દોહા(Doha)માં સોશિયલ મીડિયા પર ભારતને બોયકોટ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા(BJP leaders)ઓની ટિપ્પણી એ અંગત ટિપ્પણી હતી, ભારત સરકાર(Indian Govt) તરફથી આવી કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હોવાની સ્પષ્ટતા વખતોવખત કરવામાં આવી છે. છતાં ભારત સરકારને મુસ્લિમ દેશો તરફથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

Pakistan ministers admit failure ‘ભારત ક્યાં પહોંચી ગયું અને આપણે ક્યાં છીએ’, પાકિસ્તાનમાં રક્ષા અને ગૃહ મંત્રીએ સ્વીકારી નાકામી, શાહબાઝને ચેતવ્યા
Strait of Hormuz warning ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ? ઈરાનની હોર્મુઝ સ્ટ્રેટ પર અત્યાર સુધીની સૌથી ડરામણી ચેતવણી, દુનિયામાં ખળભળાટ
Israel Turkey Tensions સીરિયા મુદ્દે ઇઝરાઇલ અને તુર્કી સામસામે મધ્ય પૂર્વમાં નવા યુદ્ધનું જોખમ વધ્યું કે માત્ર રાજકીય રમત? જાણો વિગતવાર.
US Tariff Deal વેપાર કરાર રદ્દ થતા અમેરિકાએ કેનેડા પર નાખ્યો ૫૦% ટેરિફ, કેનેડિયન પીએમની પણ કડક પ્રતિક્રિયા
Exit mobile version