News Continuous Bureau | Mumbai
ભારતના પાડોશી દેશ પાકિસ્તાન(Pakistan) છેલ્લા કેટલાંક સમયથી અપ્રત્યાશિત સંકટનો સામનો કરી રહ્યું છે. પહેલા આર્થિક મોરચા(Economic front) પર પાકિસ્તાનની હાલત ખસ્તા થઈ ગઈ. હજુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે રાજકીય સંકટે(Political Crisis) પાકિસ્તાનને ભરડામાં લઈ લીધું છે. જેનું પરિણામ સત્તા પરિવર્તનના રૂપમાં આપણા બધાને જોવા મળ્યું. હવે પાકિસ્તાનની ઉપર પ્રાકૃતિક આફત આવી છે. દેશના અનેક ભાગમાં પૂરની(Pakistan FLoods) ભયાનક સ્થિતિ સર્જાઈ ગઈ છે. એક પછી એક આી રહેલા સંકટોના કારણે પાકિસ્તાનના લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. આસમાને પહોંચી રહેલા મોંઘવારીની(Inflation) વચ્ચે હવે શાકભાજીના ભાવમાં(vegetable prices) પણ ધરખમ વધારો થઈ ગયો છે.
એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં એક કિલો ટામેટાના ભાવ ૫૦૦ રૂપિયે કિલો પહોંચી ગયા છે. તો ડુંગળી ૪૦૦ રૂપિયે કિલો વેચાઈ રહી છે. લાહોરના શાકભાજી માર્કેટના(Vegetable Market) ડીલર્સના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે અત્યંત વધી રહેલા ભાવવધારાની વચ્ચે પાકિસ્તાનની સરકાર(Government of Pakistan) ભારતમાંથી ટામેટા અને ડુંગળી(Tomato and onion) ખરીદવાનું વિચારી રહી છે.
મહત્વનું છે કે ભયાનક પૂરના કારણે શાકભાજી અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે. તેના કારણે પાકિસ્તાનમાં શાકભાજી સહિત અનેક જરૂરી ચીજ-વસ્તુઓનું સંકટ સર્જાયું છે. માત્ર ટામેટા અને ડુંગળી જ નહીં પરંતુ લાહોર સહિત પાકિસ્તાની પંજાબના અનેક ભાગમાં બધી શાકભાજીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.
આ સમાચાર પણ વાંચો : પૂર અને ખાદ્ય સંકટથી પરેશાન છે આ પોડોશી દેશ-ભારત સાથે શરૂ કરશે વ્યાપાર- નાણામંત્રીએ કરી જાહેરાત
પાકિસ્તાનની સમાચાર ચેનલ સમા ટીવીના(News channel Sama TV) એક રિપોર્ટ પ્રમાણે ટામેટાના ભાવ સરકારી કિંમતની સરખામણીએ ૬ ગણાથી પણ વધારે થઈ ગયા છે. ટામેટા માટે સકારે ૮૦ રૂપિયા કિલોનો રેટ નક્કી કર્યો છે. પરંતુ બજારમાં તે ૫૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ જ રીતે ડુંગળીનો સરકારી રેટ ૬૧ રૂપિયા પ્રતિ કિલો છે. પરંતુ બજારમાં તે ૭ ગણો વધીને ૪૦૦ રૂપિયાએ પહોંચી ગયો છે.
શરૂઆતના આંકડા પ્રમાણે પૂરના કારણે પાકિસ્તાનને ઓછામાં ઓછું ૫.૫ બિલિયન ડોલરનું નુકસાન થયું છે. સિંધ અને પંજાબ પ્રાંતમાં શેરડી અને કપાસનો પાક સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો છે. એકલા કપાસની ખેતીમા ૨.૬ બિલિન ડોલરનું નુકસાન થવાનું અનુમાન છે. પૂરના કારણે પાકિસ્તાનને કપડાં અને ખાંડની નિકાસના મામલામાં ૦૧ બિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. પૂર અને વરસાદના કારણે સિંધ પ્રાંતમાં સરકારી ભંડારોમાં રાખેલું ઓછામાં ઓછા ૨૦ લાખ ટન ઘઉં ખરાબ થઈ ગયા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સંકટ આવનારા સમયમાં પાકિસ્તાનમાં ઘઉં અને ઘઉંનો લોટ સહિત અન્ય અનાજના ભાવ વધારી શકે છે. એટલું જ નહીં પાકિસ્તાનના ખેડૂતોને આગામી સિઝનમાં વાવણી માટે બીજની અછતનો સામનો કરવો પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : જગતજમાદાર અમેરિકામાં નહીં ઉડે ચિનૂક હોલિકોપ્ટર્સ- 400 ચોપર્સના ઉડાન ભરવા પર મૂક્યો પ્રતિબંધ- જાણો શું છે કારણ