ભારતના તાઈવાન સાથે ત્રણ દાયકા જૂના સંબંધ-તેમ છતાં ભારત-તાઈવાન વચ્ચે ડિપ્લોમેટિક રિલેશન નથી- જાણો શું છે કારણ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અમેરિકાની સંસદના(US Parliament) નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્ઝ)(House of Representatives) ના સ્પીકર નેન્સી પેલોસી(Nancy Pelosi) મંગળવારે તાઈવાન(Taiwan) પહોંચ્યા. તેમના આ પ્રવાસને લઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ છે. ચીન(China) ખુબ ભડકેલું છે. એવું કહેવાય છે કે પેલોસીના આ પ્રવાસને લઈને અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ખુબ વધી શકે છે. બીજી બાજુ ભારત પણ આ મામલે પોતાની રીતે નજર રાખી રહ્યું છે. હજુ સુધી જો કે ભારત તરફથી આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી.  ભારતે અત્યાર સુધી તાઈવાન સાથે ઔપચારિક રાજનયિક સંબંધ(Formal diplomatic relationship) બનાવ્યા નથી. કારણ કે તે ચીની વન ચાઈના પોલીસીનું(One China Policy) સમર્થન કરે છે. જાે કે ડિસેમ્બર ૨૦૧૦માં તત્કાલિન ચીની પ્રધાનમંત્રી(Chinese Prime Minister) વેન જિયાબાઓના(Wen Jiabao) ભારત પ્રવાસ દરમિયાન ભારતે સંયુક્ત નિવેદનમાં(joint statement) ચીનની વન ચાઈના પોલીસીના સમર્થનનો ઉલ્લેખ કર્યો ન હતો.  

ભારત સરકારે(Government of India) ડિસેમ્બર ૨૦૨૧માં સંસદમાં જણાવ્યું હતું કે તાઈવાન સાથે કેવા સંબંધો છે. રાજ્યસભામાં(Rajya Sabha) એક સવાલના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી(Minister of State for External Affairs) વી.મુરલીધરને(V.Muralidharan) કહ્યું હતું કે તાઈવાન પર ભારતની નીતિ સ્પષ્ટ અને સુસંગત છે અને તે વેપાર(Trade), રોકાણ(Invest) અને પર્યટન(Tourism) ક્ષેત્રોમાં વાતચીતને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર વેપાર, રોકાણ, પર્યટન, સંસ્કૃતિ, શિક્ષણ અને આ પ્રકારના અન્ય ક્ષેત્રો અને લોકો સાથે સંબંધના ક્ષેત્રોમાં વાતચીતને પ્રોત્સાહન આપે છે.  

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના આ સુપરસ્ટાર્સે નકલી નામથી જીત્યા ચાહકોના દિલ-જાણો શું છે તેમના અસલી નામ

વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) સત્તામાં આવ્યા, તેમણે પોતાના શપથગ્રહણ સમારોહમાં તિબ્બતી પ્રશાસનના અધ્યક્ષ લોબસંગ સાંગે સાથે તાઈવાનના રાજદૂત(Ambassador of Taiwan) ચુંગ-ક્વાંગ ટીએનને(Chung-kwang Tien) પોતાના શપથગ્રહણમાં આમંત્રણ આપ્યું હતું. વન ચાઈના પોલીસીનું પાલન કરતા પણ  ભારતે રાજનયિક કાર્યો(diplomatic functions) માટે તાઈપેમાં એક ઓફિસ બનાવી છે. અહીં વરિષ્ઠ રાજનયિક ભારત-તાઈપે એસોસિએશનનું નેતૃત્વ કરે છે. તાઈવાનનું નવી દિલ્હીમાં તાઈપે(Taipei) આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. જેની સ્થાપના ૧૯૯૫માં થઈ હતી.  

ભારત અને તાઈવાનના સંબંધ વાણિજ્ય, સંસ્કૃતિ અને શિક્ષણ પર કેન્દ્રિત છે. ચીનની સંવેદનશીલતાને કારણે તેને જાણી જોઈને લો પ્રોફાઈલ રાખવામાં આવ્યા છે. ચીન અને ભારત વચ્ચે ડોકલામ ગતિરોધ બાદ ભારત અને તાઈવાન વચ્ચે સંસદીય પ્રતિનિધિમંડળનો પ્રવાસ અને વિધાયક સ્તરીય સંવાદ ૨૦૧૭માં બંધ થઈ ગયો.  પરંતુ હાલમાં જ કેટલાક વર્ષોમાં ચીન સાથે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ભારતે તાઈવાન સાથે પોતાના સંબંધો નીભાવવાની કોશિશ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના આ કલાકારનું થયું રાજ્યપાલ ના હાથે સન્માન-અભિનેતા એ આ રીતે કરી પોતાની ખુશી વ્યક્ત 

વર્ષ ૨૦૨૦માં ગલવાનમાં થયેલા વિવાદ બાદ ભારતે વિદેશ મંત્રાલયમાં તત્કાલીન સંયુક્ત સચિવ (અમેરિકા) ગૌરાંગલાલ દાસને તાઈવાનમાં રાજનયિક નિયુક્ત કર્યા. મે ૨૦૨૦માં ભાજપે પોતાના બે સાંસદો મીનાક્ષી લેખી અને રાહુલ કસવાનને તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેનના શપથ ગ્રહણ સમારોહમાં વર્ચ્યુઅલી સામેલ થવા માટે કહ્યું.  ઓગસ્ટ ૨૦૨૦માં ભારતે તાઈવાનના પૂર્વ રાષ્ટ્રપતિ લી તેંગના મોત પર તેમને મી.ડેમોક્રેસી ગણાવ્યા હતા. જેને ચીનને એક સંદેશ તરીકે જોવામાં આવ્યો. ભારત આ મામલે ખુબ સાવધાન છે. આ જ કારણ છે કે તાઈવાનને લઈને રાજનયિક નિવેદન બહાર પાડવામાં આવતા નથી. લી તેંગના શાસન દરમિયાન જ ભારતે ૧૯૯૫માં આઈટીએની સ્થાપના કરી હતી. ૧૯૯૬માં લીને તાઈવાનના પહેલા પ્રત્યક્ષ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બીજા કાર્યકાળ માટે ચૂંટી લેવાયા હતા.  

રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેનની સરકાર ભારત સાથે સહયોગના ક્ષેત્રોનો વિસ્તાર કરવા માટે ઇચ્છુક છે. ભારત તાઈવાન માટે પ્રાથમિકતાવાળા દેશોમાંથી એક છે. અત્યાર સુધી ભારત અને તાઈવાન વચ્ચે તે મોટેભાગે એક આર્થિક અને લોકોનો લોકો સાથે સંબંધ રહ્યો છે. હવે ચીન સાથે તણાવ વચ્ચે ભારત સરકાર ભારત-તાઈવાનના સંબંધોને ઘણો આગળ વધારવા પર ભાર મૂકી રહી છે. જોકે સમયાંતરે ચીન ભારતના સ્ટેન્ડનો વિરોધ જણાવતું રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : યુએસએ-ચીન વચ્ચે યુદ્ધના ભણકારા- ભડકેલા ચીને ફરીથી અમેરિકાને ધમકાવ્યું-આપી આ ચીમકી

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More