News Continuous Bureau | Mumbai
પ્રીતિ સોમપુરા
Israel Jerusalem Marathon : ઇઝરાયલ નું નામ કાનમાં પડતા જ દુશ્મન દેશો થી ઘેરાયેલો આ દેશ કઈ રીતે લડી રહ્યો છે તેની યાદ તાજી થઇ જાય, પરંતુ 7 ઓક્ટોબર 2023 ના દિવસે જે રીતે હમાસ દ્વારા ઇઝરાયલ ના સુપરનોવા ફેસ્ટિવલ અને કિબુત્ઝ માં ઘૂસી જઈ ને ઇઝરાયલી નાગરિકો ને બંધક બનાવવામાં આવ્યા તેવા અસંખ્ય વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે આ ઘટના બાદ હમાસ ના કબ્જા માં હજુયે 134 બંધકો છે જેમાં 19 મહિલાઓ છે અને 8 અમેરિકી નાગરિક છે, ઇઝરાયેલ દ્વારા ગાઝા પર તીવ્ર હુમલા શરૂ કરવામાં આવ્યા છે . ઇઝરાયલ કોઈ પણ ભોગે 134 બંધક ને સહી સલામત હમાસ ના કબ્જામાંથી છોડાવવા માંગે છે, જ્યારે હમાસ ગાઝા પટ્ટી પર સીઝફાયર ચાહે છે, ઇઝરાયલ ના સુપરનોવા ફેસ્ટિવલ દરમિયાન હમાસ ના આતંકીઓ એ હુમલો કરીને પાર્ટી કરી રહેલા યુવાઓ ને બંધક બનાવ્યા , તેમજ ગાઝા પટ્ટી પાસે આવેલા કિબુત્ઝ પર હુમલા કર્યા. ઇઝરાયલમાં 267 જેટલા કિબુત્ઝ નામે ઓળખાતાં સહકારી કૃષિ ગામો છે. તેમાં વ્યક્તિ અઢાર વર્ષની વયે સ્વૈચ્છિક સભ્ય પદ પ્રાપ્ત કરી શકે છે. સભ્ય બનવા માટે કોઈ શુલ્ક નથી. 40 થી 100 કુટુંબની વસ્તી ધરાવતા આ ગામમાં બધા સાથે મળીને આવડત, ગજા અને રુચિ પ્રમાણે કામ કરે છે. બધાં એક જ રસોડે જમે છે.

ખાનગી મિલકત કે બેન્કમાં અંગત ખાતાં નથી. સૌને તેની જરૂરિયાતો ગામની આર્થિક સ્થિતિ અને સવલતો મુજબ પૂરી પાડવામાં આવે છે. સૌ ભાઈચારાથી રહે છે. ગામમાં પૂરી લોકશાહી વ્યવસ્થા છે. દર શુક્રવારે ગામની સામાન્ય સભા મળે અને તે નિર્ણય કરે તે મુજબ કારોબારી તેનો અમલ કરે છે. સભ્ય તરીકે ન રહેવા ઈચ્છતી વ્યક્તિ એ જેટલો સમય ગામમાં રહી હોય અને તે સમયગાળામાં ગામની સમૃદ્ધિ વધી હોય તેના પ્રમાણમાં માથાદીઠ આવતો હિસ્સો આપવામાં આવે છે. આ ગામમાં કોઈ પગારદાર કર્મચારી હોતા નથી. સૌને શરીર શ્રમ કરવો જ પડે. ગામ પોતાની સ્થિતિ મુજબ સભ્યોને અને તેના આશ્રિતોને માસિક ખિસ્સા ખર્ચ ની રોકડ આપે છે. સંખ્યાબંધ વ્યક્તિ તેમને મળતી રકમ પૂરી ન વપરાતા જતી કરે છે.કિબુત્ઝ માં સૌ કોઈ એક પરિવાર ની જેમ રહે છે . હમાસ એ કિબુત્ઝ ઉપર હુમલો કરીને ને અહીં રહેતા વૃદ્ધ જનો ને કિડનેપ કર્યા . અસંખ્ય લોકો માર્યા ગયા , 7 ઓક્ટોબર ના હુમલા માં 700 જેટલા ઇઝરાયલી નાગરિક માર્યા ગયા

નવી દિલ્હી થી તેલ અવીવ ની ડિરેક્ટ ફલાઇટ ફરી એક વાર શરુ
7 ઓક્ટોબર ના થયેલા આ હુમલા ને 5 મહિના વીતી ગયા છે 112 લોકો અત્યાર સુધી હમાસ ના કબજા માંથી છૂટયા છે, પરંતુ હજુ 134 બંધક હમાસ ના કબજામાં છે . ઘટના ના 5 મહિના બાદ ઇઝરાયલ ની સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે, જો કે હજુ પર્યટક ઇઝરાયલ માં આવતા ડરી રહ્યા છે , હાલ માં જ એર ઇન્ડિયા એ નવી દિલ્હી થી તેલ અવીવ ની ડિરેક્ટ ફલાઇટ ફરી એક વાર શરુ કરી છે .જે પર્યટક ઇઝરાયલ માં આવી રહ્યા છે તે અમેરિકન કે બ્રિટિશ યહૂદી છે, વેસ્ટર્ન વોલ માં પ્રાર્થના કરવા માટે તેઓ અહીં આવી રહ્યા છે , દર વર્ષે ઇઝરાયલ માં આવનારા લોકો માં ખ્રિસ્તી સમુદાય ના લોકો ની સંખ્યા વધુ છે કારણકે જેરુસલેમ ખ્રિસ્તી સમુદાય માટે મહત્વનું સ્થળ છે.

ઇઝરાયલનું જેરુસલેમ શહેર વિશ્વનું સૌથી પ્રાચીન શહેર છે યહૂદી, ઈસાઈ અને મુસ્લિમ ધર્મ માટે તે પવિત્ર શહેર છે , ઈસુ ખ્રિસ્તને જેરૂસલેમમાં રોમન સૂબાની આજ્ઞાથી વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા. જેરૂસલેમની અલ અક્સા મસ્જિદ મક્કા અને મદીના પછી ત્રીજા ક્રમે આવે છે. ઇઝરાયલ ના દક્ષિણ અને ઉત્તર ભાગમાં હિઝબુલલા અને હમાસ વિરુદ્ધ યુદ્ધ જારી છે
આ સમાચાર પણ વાંચો : Masala Mathri Recipe : મેંદામાંથી નહીં, મગની દાળ અને લોટમાંથી બનાવો મસાલા મઠરી; નોંધી લો રેસિપી
7 ઓક્ટોબર ના હુમલા બાદ કોઈ પણ મોટી કોઈ ઇવેન્ટ ઇઝરાયલ માં થઇ નથી , 5 મહિના બાદ ધીરે ધીરે હાલત સુધરી રહી છે તેવામાં ઇઝરાયલ સરકાર અને ઇઝરાયલ ટુરિઝમ દ્વારા મને જેરુસલેમ જવાનું આમંત્રણ મળ્યું . વિશ્વભરમાંથી માત્ર 12 પત્રકાર ને ઇઝરાયલ સરકારે આમંત્રણ આપ્યું હતું , જેમાં અમેરિકી, બ્રિટિશર , ફ્રેચ એન્ડ સ્પેનિશ પત્રકાર સામેલ હતા . હું એક માત્ર ભારતીય અને એશિયન હતી . ઇઝરાયલ સરકાર હાલ ની સ્થિતિથી પત્રકારો ને વાકિફ કરાવવા માંગતી હતી , 5 મહિના ના ખૌફ બાદ ઇઝરાયલ માં એક મોટી ઇવેન્ટ નું આયોજન થઇ રહ્યું હતું , તે ઇવેન્ટ હતી જેરુસલેમ મેરેથોન , પત્રકાર અને રનર હોવાના નાતે મેં ઇઝરાયણ ટુરિઝમ ના અધિકારીઓ ને વિનતી કરી કે મને મેરેથોન માં દોડવાની પરવાનગી આપવામાં આવે, 21.1 કિલોમીટર ની હાફ મેરેથોન માં મને દૌડવાનો અને ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો , તે મારા માટે સૌથી આનંદ જનક છે . છેલ્લા 5 મહિનાથી ભારત ઇઝરાયલ વચ્ચે હવાઈ સેવા યુદ્ધના કારણે બંધ હતી જે હાલમાં જ શરૂ થઇ.એર ઇન્ડિયા ની નવી દિલ્હી -તેલ અવીવ ફલાઇટ માં હું જેવી તેલ અવીવ પહુંચી , ઇઝરાયલ સરકાર ના અધિકારી મારા નામનું બોર્ડ લઇ ને એરક્રાફ્ટ ની બહાર જ ઉભા હતા.માત્ર બે મિનિટ ની ઔપચારિક વાત કર્યા બાદ તે અધિકારી એ પોઇન્ટ પર આવતા કહ્યું , ઇઝરાયલ માં હમાસ અને હિજબુલ્લા જોડે હજુ પર યુદ્ધ ચાલી રહ્યું છે , અત્યાર સુધી માં 2 વાર જેરુસલેમ પાર હુમલા થઇ ચુક્યા છે , સાયરન વાગે ત્યારે પેનિક થવું નહિ , તમારી પાસે પોતાની જાતને બચાવવા માટે 90 સેકન્ડ નો સમય છે, આ 90 સેકન્ડમાં રસ્તા માં દરેક જગ્યા એ બંકર અને શેલ્ટર બનાવવામાં આવ્યા છે , ત્યાં જતા રહેવું, કોઈ બિલ્ડીંગ ની અંદર છુપવાની કોશિશ કરતા નહિ , એ અધિકારી મને તમામ જાણકારી આપી કે મારે પોતાની જાતને કઈ રીતે બચાવવી . 2012 માં હું ઇઝરાયલ પ્રથમવાર ગયી હતી તે વખત ની અને આજ ની સ્થિતિ માં ઘણો ફેર હતો .

7 ઓક્ટોબર ના હમાસ ના હુમલામાં માર્યા ગયેલા નાગરિકો ને શ્રદ્ધાંજલિ
યુદ્ધ વચ્ચે મેરેથોનનું આયોજન ઇઝરાયલે કર્યું હતું, અહીંના લોકો નો જોશ અને જુસ્સો જોવા જેવો હતો . આ વર્ષ ની મેરેથોન હમાસ સામે લડી રહેલા ઇઝરાયલ ના ડિફેન્સ ફોર્સ ના શહીદ થયેલા અને ઘાયલ સૈનિકો ને અર્પિત કરવામાં આવી હતી તેથી જેરુસલેમ માં લોકો મોટી સંખ્યામાં સડકો પર સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે દોડ્યા. આમ તો દર વર્ષે 3000 વર્ષ જુના શહેર જેરુસલેમ માં આંતરરાષ્ટ્રીય મેરેથોન નું આયોજન કરાઈ છે , આ મેરેથોન નો રુટ ઐતિહાસિક છે , તેથી દર વર્ષે વિશ્વભરમાંથી રનર અહીં આવે છે , વિશ્વની સૌથી કઠિન મેરેથોનમાં એક જેરુસલેમ મેરેથોન છે . આ વર્ષે ઇઝરાયલ ના 40000 લોકોએ આ સ્પર્ધા માં દોડી ને એક રેકોર્ડ બનાવ્યો ,જેમાં 1800 રનર આંતરરાષ્ટ્રીય હતા, જેમાં અમેરિકન અને બ્રિટિશર યહૂદીઓ ની સંખ્યા વધુ હતી. આ મેરેથોન ને અહીંના લોકો એ એક પર્વ ની રીતે મનાવી . હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા નાગરિકો ના નામ અને ફોટો વાળા ટીશર્ટ સ્પર્ધકો એ પહેર્યા, કેટલાક ટી શર્ટ પર બંધકો ને પરત લાવવાની અપીલ કરવામાં આવી .નાના બાળકો હમાસ દ્વારા કિડનેપ કરાયેલા લોકો ના ફોટા હાથમાં લઇ ને દોડ્યા , મેરેથોનની શરૂઆત 400 સ્ક્વેર મીટર લાંબા ઇઝરાયલી ફ્લેગ ને લહેરાવીને કરવામાં આવી , સુપરનોવા ફેસ્ટિવલ (આ મ્યૂજિક ફેસ્ટિવલ માં ભાગ લેનારા લોકોને હામાસે કિડનેપ કર્યા છે ) માં હાજર ડીજે એ મ્યુઝિક વગાડી ને 7 ઓક્ટોબર ના હમાસ ના હુમલામાં માર્યા ગયેલા નાગરિકો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી . મેરેથોન ના રૂટ પર શહીદ થયેલા સૈનિક અને બંધકો ની તસ્વીર લગાડવામાં આવી હતી . અહીં મારી મુલાકાત થઇ જોન પૌલિન જોડે, જોન તેના 23 વર્ષીય પુત્ર હર્ષ પોલીન ની તસ્વીર લઇ ને ઉભા છે , હર્ષ સુપરનોવા ફેસ્ટિવલ માં ભાગ લેવા માટે તેના મિત્ર જોડે ગયો હતો . 7 ઓક્ટોબર ના જ્યારે હુમલો થયો તે વખતે હર્ષએ તેની માતા ને આઈ લવ યુ કહી ને ફેસ્ટિવલ માં હુમલો થયો હોવાની જાણકારી આપી, હમાસ ના આંતકી થી બચવા માટે હર્ષ અને તેનો મિત્ર બાકી લોકો જોડે શેલ્ટર હોમમાં છુપાયા , પરંતુ આતંકીઓએ શેલ્ટર હોમ પર હેન્ડગ્રેનેડ વડે હુમલા કર્યા. જેમાં હર્ષ ના મિત્ર નું મોત નીપજ્યું , હમાસ ના આંતકીઓ એ હર્ષ પર ગોળી વરસાવી જેમાં તેના ડાબા હાથમાં ગોળી વાગી , હમાસના આંતકી હર્ષ અને બાકી ના ઇઝરાયલી નાગરિકો ને ટ્રક માં નાખી ને ગાઝા લઇ ગયા . હર્ષ ના પિતા જોને ન્યૂઝ 18 ગુજરાતી સાથે ની વાતચીત માં કહ્યું કે મારો પુત્ર હર્ષ 27 ડિસેમ્બર 2023 ના ભારત આવવાનો હતો આ માટે તેણે ગોવા ની ટિકિટ બુક કરી હતી, પરંતુ તેના નસીબ માં ભારત આવવાનું નહોતું , હમાસ ના કબ્જામાંથી છૂટ્યા બાદ હર્ષ અને મારો પૂરો પરિવાર ભારત ફરવા આવીશું . મારી ઇઝરાયલ સરકાર ને એક જ વિનતી છે કે તમામ બંધકો ને છોડવા માં આવે. 5 મહિના વીતી ગયા છે હવે આરે મારા બેટા નો ચેહરો જોવો છે . મારી ભારત ના લોકો ને પહેલ છે કે મારા પુત્ર ની સહી સલામતી માટે પ્રાર્થના કરે .

ઇઝરાયલ ના નાગરિકો દ્વારા શરુ કરવામાં આવ્યું કેમ્પેઇન
હર્ષ ની જેમ નોવા ફેસ્ટિવલ માં ભાગ લેવા માટે 23વર્ષીય છાત્રા નોરા અરગમની ગઈ હતી , નોવા નો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં તે આતંકીઓ ને કહી રહી હતી ડોન્ટ કિલ મી .. બાઈક પાર બેસાડી ને આતંકી નોવા ને કિડનેપ કરી ને લઇ ગયા .
છેલ્લા 5 મહિના માં નોવા ની કોઈ ખબર તેના ફેમિલી ને નથી નોવા ના પિતા યાંકોવ અરગમની નું કેહવું છે કે મને બ્લડ કેન્સર છે, હું થોડા દિવસનો મહેમાન છું, મરતા પહેલા હું મારી પુત્રી ને સહી સલામત ઇઝરાયલ માં જોવા માંગુ છું હર્ષ અને નોવા જેવા 50 થી વધુ યુવાનો હમાસના કબ્જા માં છે , ઇઝરાયલ સરકાર ઉપર 134 બંધકો ને સહીસલામત લાવવા માટે પ્રચંડ દબાણ છે તેવા માં ઇઝરાયલ ના નાગરિકો દ્વારા #bringthemhomenow કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે . જેરુસલેમ માં મારી મુલાકાત થઇ ચેન ગોલ્ડસ્ટેન જોડે,ચેન ને હમાસના આતંકી કિબુત્ઝમાંથી પકડી ને લઇ ગયા હતા , ચેન ની આંખો સામે તેની એક પુત્રી અને પતિ ની હત્યા કરવામાં આવી , ચેન તેની 17 વર્ષની પુત્રી અગામ અને બે બાળકો ને આતંકી ગાડી માં નાખી ને ગાઝા લઇ ગયા , માત્ર 7 મિનિટ ની અંદર તેઓ ગાઝા પહુંચ્યા . ચેન પોતાની યાતના વિશે કહે છે જ્યારે હુમલો થયો ત્યારે અમે અમારા ઘર ના સેફ રૂમમાં જતા રહ્યા પરંતુ આતંકીઓ એ અંધાધૂંધ ગોળી વરસાવી જેમાં મારા પતિ અને પુત્રી ને ગોળી વાગી, મારી આંખ સામે બંનેનું મોત થયું . મને અને મારા ત્રણ બાળકો ને આતંકી ગાઝા માં લઇ ગયા , કેટલાક દિવસ અમને ટનલ માં , એપાર્ટમેન્ટ, મસ્જિદ અને સ્કૂલ માં રાખવામાં આવ્યા, આતંકીઓ દર રાત્રે યુવાન સ્ત્રીઓ પર બળાત્કાર કરતા હતા , સેક્સ ડોલ ને જેમ આ છોકરી ને રાખવામાં આવતી હતી, કિડનેપ થયેલી છોકરી ને નગ્ન થઈ ને આતંકીઓ સામે નાહવાનું કહેવામાં આવતું હતું , આમાંની કેટલીક સ્ત્રીઓ ગર્ભવતી થઈ હતી . ચેન અને તેના ત્રણ બાળકો 51 દિવસ બાદ હમાસની ચુંગાલમાંથી નીકળવામાં સફળ થયા.

આ સમાચાર પણ વાંચો : Rameshwaram Cafe Blast Case: બેંગલુરુ બ્લાસ્ટ કેસમાં NIA ને મોટી સફળતા, બ્લાસ્ટના મુખ્ય આરોપીની ધરપકડ..
ગાઝા માં 10 આતંકીઓ ને મારવામાં તે લોકો કામયાબ રહ્યા
7 ઓક્ટોબર ના હુમલા બાદ અસંખ્ય ઇઝરાયલી સૈનિકોએ ગાઝા માં ઘુસી ને ઓપરેશન શરુ કર્યું છે ઓરીફ સેગવી નામના 23 વર્ષીય સૈનિકએ તેની આપવીતી કહી , ઓરીફ નું કહેવું છે કે 7 ઓક્ટોબર ના હુમલા ની ખબર તેને મીડિયા દ્વારા જેવી મળી તે દેશ માટે લડવા તૈયાર થઇ ગયો , 10 ઓક્ટોબર ના તેનું આખું યુનિટ ગાઝા માં ઘુસ્યું , ગાઝા માં 10 આતંકીઓ ને મારવામાં તે લોકો કામયાબ રહ્યા , પરંતુ એક દિવસ અચાનક રાત ના 12 વાગે ગાઝાના તેમના બેસ કેમ્પ માં એક 45 વર્ષીય માણસ 2 વર્ષ ના રડતા બાળક જોડે ત્યાં પહોંચ્યો , અરબી માં તે કંઈક બોલી રહ્યો હતો અમે હિબ્રુ માં એને કહી રહ્યા હતા કે તું નજીક ના આવ, અમે તને ગોળી માર શું , પરંતુ તેને હિબ્રુ સમજાતી નહોતી અને અમને અરબી, તેવા આ અમારી યુનિટ ના એક સૈનિક એ તેની તૂટી ફૂટી અરબી ભાષા માં પૂછ્યું તું અહીં કેમ આવ્યો છે અમે તને મારી શકીયે છે, તારા બાળક જોડે પાછો ચાલ્યો જ, રાત ના 3 ડિગ્રી તાપમાન માં તે ધ્રુજી રહ્યો હતો તેના હાથ માં રહેલો બાળક જોર જોર થી રડી રહ્યો હતો, આ જોઈ ને મને ખ્યાલ આવી ગયો કે અર્ધી રાત્રે આ માણસ તેના બાળક જોડે અહીં શું કરી રહ્યો છે , મેં તુરંત તેને બ્રેડ અને પાણી આપ્યું અને મારી પાસે રહેલો બ્લેન્કેટ તેને આપ્યો, યુદ્ધ ના મૈદાન માં અમે દુશમન સામે લડી રહ્યા હતા પરંતુ માણસાઈ અમારા માં જીવિત છે.

( પ્રીતિ સોમપુરા નેટવર્ક 18 ગ્રુપ ના સિનિયર એડિટર છે )
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.