News Continuous Bureau | Mumbai
Missing Mayushi Bhagat: અમેરિકાની ગુપ્તચર અને સુરક્ષા એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( FBI ) એ ન્યૂ જર્સીમાંથી ( New Jersey ) ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થી ( Indian student ) વિશે માહિતી આપનારને US $ 10,000 નું ઈનામ ( Reward ) જાહેર કર્યું છે. ગયા વર્ષે, એફબીઆઈએ ભારતીય વિદ્યાર્થી માયુષી ભગતને તેની ‘મિસિંગ પર્સન્સ’ ( Missing Persons ) યાદીમાં સામેલ કરી હતી.
The #FBI offers a reward of up to $10,000 for info leading to the location or recovery of Mayushi Bhagat, and the id, arrest, & conviction of those responsible. She was last seen the evening of April 29, 2019, leaving her apartment in Jersey City, NJ: https://t.co/rAMkiPH3Ln pic.twitter.com/SjxPGQrQrI
— FBI Most Wanted (@FBIMostWanted) December 14, 2023
માયુષી ભગત છેલ્લે 29 એપ્રિલ, 2019ની સાંજે જર્સી સિટીમાં તેના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી હતી, તેણે કલરફુલ પેન્ટ અને કાળી ટી-શર્ટ પહેરી હતી. તેના પરિવારે 1 મે, 2019ના રોજ તેના ગુમ થવા અંગે પોલીસને જાણ કરી હતી. આવી સ્થિતિમાં, અમેરિકન પોલીસ છેલ્લા 4 વર્ષથી તેની શોધ કરી રહી હતી પરંતુ હવે એફબીઆઈ લાપતા ભારતીય વિદ્યાર્થી વિશે માહિતી આપનારને 10,000 યુએસ ડોલર એટલે કે સાડા આઠ લાખ રૂપિયા આપવાની જાણકારી આપી છે..
જર્સી સિટી પોલીસ વિભાગે માયુષીના ગુમ થવાના રહસ્યને ઉકેલવા માટે જનતાની મદદ માંગી….
એફબીઆઈ નેવાર્ક ફિલ્ડ ઓફિસ અને જર્સી સિટી પોલીસ વિભાગે માયુષીના ગુમ થવાના રહસ્યને ઉકેલવા માટે જનતાની મદદ માંગી છે. જુલાઈ 1994માં ભારતમાં જન્મેલી માયુષી ભગત સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી અને ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતી હતી. એફબીઆઈના નિવેદન અનુસાર, તે અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ બોલે છે અને પોલીસનું માનવું છે કે સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂ જર્સીમાં તેના મિત્રો છે.
આ સમાચાર પણ વાંચો : New Year Celebration : મુંબઈકર માટે સારા સમાચાર! નાતાલ, થર્ટી ફર્સ્ટમાં હવે બીયર બાર અને કલબ આટલા વાગ્યા સુધી ખુલ્લા રહેશે… રાજ્ય સરકારનો મોટો નિર્ણય
ઇન્ટેલિજન્સ એજન્સીએ જણાવ્યું હતું કે માયુષી, તેના ઠેકાણા અથવા તેના ગુમ થવા વિશે કોઈને પણ માહિતી હોય તો તેણે FBI નેવાર્ક અથવા જર્સી સિટી પોલીસ વિભાગને કૉલ કરવો જોઈએ. માયુષી ભગતની ઉંચાઈ 5 ફૂટ 10 ઈંચ જણાવવામાં આવી છે. મધ્યમ શારીરિક બાંધો ધરાવતી આ છોકરીની આંખો ભૂરા અને કાળા વાળ હોવાનું કહેવાય છે. તે F1 સ્ટુડન્ટ વિઝા પર 2016માં અમેરિકા આવી હતી. એફબીઆઈ તેની વેબસાઈટના “મોસ્ટ વોન્ટેડ” પેજ પર ભારતીય વિદ્યાર્થીનું ‘ગુમ થયેલ વ્યક્તિઓ’ પોસ્ટર પ્રદર્શિત કરે છે, જેમાં તેણીને “અપહરણ/ગુમ થયેલ વ્યક્તિઓ” તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે.