News Continuous Bureau | Mumbai
બ્રિટનના વડા પ્રધાનની(Prime Minister of Britain) રેસમાં ઋષિ સુનક (Rishi Sunak) તેમની કાબેલિયત અને લોકપ્રિયતામાં અગ્રેસર હતા. છતાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. જો તેઓ બ્રિટનના વડા પ્રધાન તરીકે ચૂંટાઈ જતે તો તેમની સાથે જ ભારત માટે પણ એક ઐતિહાસિક ક્ષણ(historical moment) ગણાતે. પરંતુ બધી રીતે કાબેલિયત હોવા છતાં તેઓ કેમ હારી ગયા તે માટે અલગ અલગ કારણ માનવામાં આવે છે. સોશિયલ મીડિયા(Social media) પર તેમની હારને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે.
ઋષિ સોનક ચુસ્ત હિંદુ ધર્મનું (Hinduism) પાલન કરે છે અને તેઓ 2015માં પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા ત્યારે તેમણે ગીતા પર હાથ રાખીને શપથ લીધી હતી. સ્થાનિક નાગરિકોની સાથે જ ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકોના(British citizens of Indian origin) કહેના મુજબ તો અપાર લોકપ્રિયતા હોવા છતાં તેઓ હિન્દુ ધર્મનું ચુસ્ત પાલન કરતા હતા, તે સ્થાનિક લોકોને ખુંચતું હોવાનું કહેવાય છે.
એટલું જ નહીં પણ ઋષિ કદાચ રંગભેદનો પણ ભોગ બન્યા હોવાનું પણ કહેવાય છે. તેમનો ચામડીનો કલર (skin color) તેમની હારની પાછળ એક કારણ હોઈ શકે છે. બ્રિટનમાં વસતા અનેક એશિયાઈ મૂળના (Asian origin) લોકોને ડર હતો કે ઋષિ કદાચ તેમના ચામડીના રંગને કારણે વડાપ્રધાન બનતા રહી જશે.
આ સમાચાર પણ વાંચો : ઋષિ સુનક નું સપનું અધૂરું રહી ગયું- માત્ર હાથ વેંત જેટલું અંતર રહી ગયું- બ્રિટનના નવા વડાપ્રધાન આ વ્યક્તિ હશે
કંઝરર્વેટિવ પાર્ટીના(Conservative Party) સભ્યોની માનસિકતા (mentality) પણ કદાચ તેમને વડા પ્રધાન બનવાને આડે આવી ગઈ છે. પાર્ટીના 1,60,000 થી વધુ સભ્યોએ તેમના વોટ આપીને ઋષિ સુનક અને લીઝ ટ્રસમાંથી કોઈ એકને પોતાનો નેતા તરીકે ચૂંટવાનો હતો. પરંતુ આ ચૂંટણીમાં સ્પષ્ટ થઈ ગયું થે કે કંઝર્વેટીવ પાર્ટી હજી પણ ગોરા સિવાય કોઈ અન્યને વડા પ્રધાન તરીકે ચૂંટવા તૈયાર નથી. પાર્ટીના 97 ટકાથી વધુ સભ્ય ગોરા છે.