291
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
યુક્રેન (Uktraine) પર આક્રમણ કરનાર રશિયાએ (Russia) હવે યુરોપના બીજા બે દેશ ફિનલેન્ડ (finalnd)અને સ્વીડનને (Sweden) ધમકાવવાનુ શરુ કરી દીધુ છે.
રશિયાએ આ બંને દેશોની બોર્ડર પાસે ઘાતક હથિયારો (Weapons) અને મિસાઈલ્સ(Missiles) તૈનાત કરવા માંડ્યા છે.
રશિયાનુ રોષે ભરાવાનુ કારણ એ છે કે, દાયકાઓ સુધી તટસ્થ રહેનારા ફિનલેન્ડ અને સ્વીડને હવે નાટો (NATO) સંગઠનના સભ્ય બનવા માટે સંકેત આપવા માંડ્યા છે.
રશિયાએ 2014માં જ્યારે ક્રિમિયા પર હુમલો કર્યો હતો તે પછી સ્વિડન અને ફિનલેન્ડે એક બીજા સાથે સુરક્ષા કરાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન નાટોમાં સામેલ થવાના મુદ્દે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું હતું અને હવે જો ફિનલેન્ડ અને સ્વીડન આવો નિર્ણય લેશે તો ભવિષ્યમાં આ પ્રકારનું યુદ્ધ જોવા મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાને સૌથી મોટો ઝટકો, બ્લેક સીમાં વિસ્ફોટથી ‘આ’ રશિયન યુદ્ધ જહાજ થયું નષ્ટ…
You Might Be Interested In