216
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર, 2021
શનિવાર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવનાર છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાષ્ટ્રપતિ પુતિન 6 ડિસેમ્બરે ભારત પહોંચશે.
દરમિયાન, ભારત અને રશિયા વચ્ચે 2+2 મંત્રણાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.
માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએયે કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે 6 ડિસેમ્બરે ટુ પ્લસ ટુ વાટાઘાટ થશે.
સાથે તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચેની આ વાતચીતમાં મુખ્યત્વે રાજકીય અને સંરક્ષણ મુદ્દાઓ સામેલ થશે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર-2019માં પુતિન અને મોદી બ્રિક્સ દેશોની બેઠક બાદ એકબીજાને અનૌપચારિક રીતે મળ્યા હતા તેથી તેઓની તે મુલાકાત બાદ આ પ્રથમ રૂબરૂ મુલાકાત હશે.
ઓલિમ્પિયન સૌરભ ચૌધરીએ પ્રથમ વખત ૫૦ મીટર પિસ્તોલ સ્પર્ધામાં જીત્યો સુવર્ણપદક
You Might Be Interested In