ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
સાઉદી અરેબિયાના કાયદા વિશ્વમાં ખૂબ કડક કાયદા માનવામાં આવે છે. હવે ઇતિહાસમાં સૌથી મોટા કાનૂની સુધારા આ દેશમાં કરવામાં આવ્યા છે. સાઉદી અરેબિયાએ અત્યાર સુધીનો સૌથી મોટો કાનૂની સુધારો કર્યો છે. કાયદાકીય વ્યવસ્થાને વધુ વિકસિત કરવા માટે તેના વર્તમાન કાયદાઓમાં ફેરફાર કર્યા છે. આમાં નકલી સમાચાર, ઓનલાઈન ગુના, દારૂના સેવન અને વેચાણ સંબંધિત કાયદાનો સમાવેશ થાય છે. આ નવા કાયદાકીય સુધારા 2 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે.
UAEના પ્રેસિડેન્ટ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નહ્યાન દ્વારા આ કાયદાકીય સુધારાઓને મંજૂરી અપાઇ છે, જે આર્થિક અને વ્યવસાયિક તકોને મજબૂત કરશે, સામાજિક સ્થિરતા વધારશે અને વ્યક્તિગત અને સંસ્થાકીય અધિકારોને સુનિશ્ચિત કરશે.
સાઉદી અરેબિયાના નવા કાયદા:-
કાયદાકીય સુધારાઓમાં સૌથી મહત્વની જોગવાઈ એ છે કે આ કાયદો એવી કોઈપણ વ્યક્તિ પર લાગુ થશે જે સાઉદી અરેબિયાના નાગરિકની પૂર્વયોજિત હત્યા કરે અથવા તેમાં સામેલ હોય. ભલે ગુનો દેશની બહાર થયો હોય. ઉપરાંત આ કાયદા દ્વારા ઓનલાઈન ગુનાઓ પર અંકુશ લગાવવામાં આવશે. તેનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર, અફવાઓ અને વ્યક્તિગત ગોપનીયતા અને અધિકારોનું રક્ષણ આપવા માટે રહેશે.
આ કાયદાકીય સુધારાઓમાં ફેક ન્યૂઝ અને ખોટા સમાચાર સંબંધિત વિવિધ જોગવાઈઓનો સમાવેશ થાય છે. નવો કાયદો કોર્ટને ઉપકરણ, સોફ્ટવેર અને સામગ્રીને જપ્ત કરવાની સત્તા આપે છે. કોર્ટને ઓનલાઈન પર થતી ખોટી અને ભ્રામક જાહેરાતો અને પ્રચારો સામે પગલાં લેવાનો અધિકાર છે. તે સિવાય ક્રિપ્ટોકરન્સી અને મેડિકલ પ્રોડક્ટ્સ, સપ્લીમેન્ટ્સમાં ગેરકાયદેસર વેપારને લગતા કાયદા પણ છે.
નવા કાયદા હેઠળ જાહેર સ્થળો અથવા અનધિકૃત સ્થળોએ દારૂનું સેવન ગેરકાયદે ગણવામાં આવશે. ઉપરાંત, 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો દ્વારા દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સાઉદી અરેબિયામાં સ્થાનિક અને પ્રાંતીય સ્તરે ચર્ચા બાદ આ નવા કાયદા લાવવામાં આવ્યા છે. કાયદાઓ તૈયાર કરવા માટે છેલ્લા 5 મહિનામાં 50 પ્રાંતીય અને સ્થાનિક સત્તામંડળોમાં કામ કરતા 540 નિષ્ણાતો અને વિદ્વાનોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.
ભારતમાં આટલા કરોડ રખડતા કૂતરા અને બિલાડીઓ; ઓલ પેટ્સ વોન્ટેડ ઇન્ડેક્સમાં ભારત સહુથી પાછળ; જાણો વિગતે