News Continuous Bureau | Mumbai
પાડોશી દેશ શ્રીલંકાને(Sri Lanka) આપણે તેમના મુસીબતના સમયમાં મદદ કરી છે. ત્યારે હવે શ્રીલંકાએ ચીનને(China) ઝટકો આપતા ભારતના(India) વાંધાને ગંભીરતાથી લીધો છે.
કોલંબોએ(Colombo) ચીનના જાસૂસી જહાજ યુઆન વાંગ(spy ship Yuan Wang-)-5ને હંબનટોટા બંદરે(Hambantota Port) પહોંચવાની તારીખ લંબાવવા માટે કહ્યું છે.
શ્રીલંકાએ કહ્યુ છે કે, જ્યાં સુધી ચીન અને શ્રીલંકા વચ્ચે આ મુદ્દે વાતચીત ના થાય ત્યાં સુધી ચીન પોતાના જહાજની શ્રીલંકાની મુસાફરી ટાળી દે.
અગાઉના કાર્યક્રમ પ્રમાણે આ જહાજ હંબનટોટા બંદર પર ફ્યુલ ભરવા(refueling) માટે 11 ઓગસ્ટે લાંગરવાનુ હતુ અને 17 ઓગસ્ટે તે હંબનટોટાથી રવાના થવાનું હતું.
ઉલ્લેખનીય છે કે ભારતે આ જહાજ હંબનટોટા બંદર પર લંગર નાંખે તેની સામે ભારતે વાંધો ઉઠાવતા નારાજગી વ્યક્ત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : યુદ્ધ લગભગ નક્કી- ચીનના 13 યુદ્ધ જહાજ અને 70 જેટલા જેટ તાઇવાન પાસે પહોંચ્યા