News Continuous Bureau | Mumbai
ઈરાકમાં(Iraq) રાજકીય અસ્થિરતાનો(political instability) જુનો ઈતિહાસ છે. પરંતુ ગત સોમવારે શિયા ધર્મગુરુ(Shia cleric) મુક્તદા અલ સદરે(Muqtada al-Sadr) રાજકારણ છોડવાની(Quit politics) જાહેરાત પછી ઈરાકમાં સિવિલ વોર જેવી સ્થિતિનું નિર્માણ થયું. અલ-સદરના સમર્થકો (Al-Sadr's supporters ) રસ્તારસ્તા પર ઉતરી આવ્યા અને રાજધાનીના ગ્રીન ઝોનમાં હુમલો કરી દીધો. આખી રાત ગ્રીન ઝોનમાં રોકેટ અને ગોળા(Rockets and bullets) વરસતા રહ્યા. જેમાં અલ સદરના 20થી વધારે સમર્થકોના મોત થઈ ગયા અને 300થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા. આ અગાઉ જુલાઈ મહિનામાં પણ તેમના સમર્થકો સંસદની અંદર ઘૂસી ગયા હતા. એવામાં સવાલ એ છે કે આખરે મુક્તદા અલ સદર કોણ છે, જેમના એક ઇશારા પર ઈરાક સળગી રહ્યું છે.
મુક્તદા-અલ- સદર એક શિયા ધર્મગુરુ છે. તે ઈરાકમાં સૌથી શક્તિશાળી નેતાઓમાંથી એક છે. ઓક્ટોબર ૨૦૨૧માં તેમની પાર્ટી ચૂંટણીમાં સૌથી વધારે સીટો સાથે જીતી. પરંતુ તેમને સરકાર બનાવવા માટે જરૂરી બહુમત ન મળ્યો. સદરના પિતા મોહમ્મદ સાદિક(Mohammad Sadiq) અને સસરા મોહમ્મદ બાકીર(Mohammad Baqir) પણ ઈરાકમાં પ્રભાવશાળી ધર્મગુરુ હતા. બંનેને સદ્દામ હુસૈને મારી નાંખ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : મંત્રી હો તો ઐસા-આ દેશમાં ભારતીય ગર્ભવતી મહિલાનું મોત- સ્વાસ્થ્ય મંત્રીએ આપી દીધું રાજીનામું
સદરની વાત કરીએ તો ભલે તે શિયા હોય પરંતુ ઈરાકમાં ઈરાનની દખલઅંદાજી ના વિરોધમાં છે. અલ સદર પોતાના પિતાની વિચારધારાથી પ્રભાવિત છે. જ્યારે ૨૦૦૩માં સદ્દામ હુસૈનની(Saddam Hussein) હત્યા થઈ ત્યારે તે ચર્ચામાં આવ્યા. તેમણે હજારો લોકોને સાથે જાેડીને અલ સદરિસ્ટ મૂવમેન્ટની( Al Sadrist Movement)શરૂઆત કરી. આ મૂવમેન્ટમાં મિલિટરી વિંગ પણ છે. જેનું નામ જૈશ અલ મેહદી કે મહેદીની સેના હતી. પછી તેને બદલીને કર સરયા અલ સલામ એટલે શાંતિ બ્રિગેડ કરી દીધું.
અલ સદર ભલે ઈરાનના સમર્થક ન હોય પરંતુ તેનો અર્થ એ નથી કે તે અમેરિકાને પસંદ કરે છે. ૨૦૦૩માં આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે સદ્દામ એક નાનો નાગ હતો, પરંતુ અમેરિકા એક મોટો નાગ છે. ઈરાકના સમાજમાં લિબરલ વિચારધારના તે વિરોધી છે. તે સમલૈંગિકો અને મહિલા-પુરુષોના મિક્સ હોવાની નિંદા કરતા રહ્યા છે. ૨૦૧૮માં સદરે એક નવું ગઠબંધન બનાવ્યું અને ઈરાકની પહેલી સંસદીય ચૂંટણીમાં ૫૪ સીટો જીતી. ઈસ્લામિક સ્ટેટની હાર પછી આ ચૂંટણી યોજાઈ હતી. નવી ઈરાકી સરકાર બનાવવામાં તેમણે અમેરિકાના હસ્તક્ષેપને ફગાવ્યો અને તેને એક આક્રમણકારી દેશ ગણાવ્યો. આંતરિક કલહથી પરેશાન દેશમાં સદરે એકવાર ફરી પોતાને બદલ્યો. આ વખતે તેમણે એક ઈરાકી રાષ્ટ્રવાદીના રૂપમાં પોતાને સ્થાપિત કર્યો. તેમણે ઈરાકમાં ઈરાનના પ્રભાવની ટીકા કરી. વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બરમાં રાજધાની બગદાદ સ્થિત સદરના ઘરે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. જાેકે આ દરમિયાન અલ સદરનું નસીબ સારું રહ્યું કે તે ઘરમાં હાજર ન હતા.
આ સમાચાર પણ વાંચો : સાઉથની આ ખુબસુરત અભિનેત્રી આ મોટી હસ્તી સાથે બંધાઇ લગ્નના બંધનમાં- તસવીરો જોઈને ફેન્સને આવી ગયા ચક્કર- તમે પણ જુઓ ફોટોસ
આ હુમલામાં તેમનું ઘર ક્ષતિગ્રસ્ત થયું પરંતુ કોઈ જાનહાનિ ન થઈ. ૨૦૨૦માં કાસિમ સુલેમાની પર અમેરિકાના ડ્રોન હુમલા પછી અલ સદરે અમેરિકાની સાથે સુરક્ષા સમજૂતીને તત્કાલ રદ કરવા, અમેરિકી દૂતાવાસને બંધ કરવા અને અમેરિકી સૈનિકોને ઈરાકની બહાર મોકલવાનું આહવાન કર્યુ. વર્ષ ૨૦૨૦માં અલ સદરે ઈરાન અને અમેરિકાને ચેતવણી આપી કે તે પોતાના ઝઘડામાં ઈરાકને સામેલ ન કરે. તેમણે કહ્યું કે ઈરાન અને અમેરિકાના ઝઘડામાં ઈરાક પર સૌથી વધારે અસર રહી છે. ઈરાક અને ઈરાકી લોકો આ ઝઘડામાં પોતાનું નુકસાન કરાવી શકે તેમ નથી. હવે મુક્તદા અલ સદરે રાજનીતિ છોડવાની જાહેરાત કરી છે એટલે તેમના સમર્થકો હિંસક બની ગયા છે. અલ સદરના અનુયાયી તેમની દરેક વાતને માને છે. તેનો એક નમૂનો આ વર્ષે જુલાઈમાં ત્યારે જાેવા મળ્યો જ્યારે તેમના સમર્થક પાર્લામેન્ટમાં ઘૂસી ગયા. અલ સદરે એક નિવેદન જાહેર કરીને તેમને સુરક્ષિત ઘરે પાછા ફરવાનું કહ્યું. જેના પછી તમામ સમર્થકો સંસદની બિલ્ડિંગ છોડીને પાછા જતા રહ્યા. લોકોની ભીડ એકઠી કરવાની ક્ષમતા અને જમીન સાથે જાેડાયેલા સમર્થકોના કારણે અલ સદર પોતાના રાજકીય હરિફો પર ભારે પડે છે.