હિન્દીમાં એક કહેવત છે કે મરતા ક્યા ન કરતા?, જ્યારે વાત જીવ પર આવે, અસ્તિત્વ જોખમાય, એટલે એ વ્યક્તિ ગમે તે કરવા તૈયાર થઈ જાય. હમણાં પાકિસ્તાનની હાલત પણ આવી જ છે. આર્થિક ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહેલા પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાંથી લોટ લૂંટવાના વીડિયો સામે આવી રહ્યા છે. લોટ ભરેલી ટ્રક શહેરમાં પહોંચતાની સાથે જ લોકો તેને લૂંટી લે છે. ઘણી વખત પોલીસ દ્વારા માર માર્યા પછી પણ લોકો અટકતા નથી કારણ કે તેમના પેટમાં લાગેલી ભૂખ તેમને આમ કરવા મજબૂર કરી રહી છે
A truck carrying flour looted in Peshawar, Pakistan as the country faces it’s worst economic and political crisis since formation and is on the verge of debt default.
Catastrophic flooding, exploding inflation, energy shortages and food shortages …
— Wall Street Silver (@WallStreetSilv) March 28, 2023
પાડોશી દેશ પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે લોટ માટે ગૃહ યુદ્ધ થઈ જાય. સરકાર સસ્તા લોટનું વિતરણ કરી રહી છે પરંતુ તે ફક્ત શહેરી વિસ્તારમાં. નાના ગામડાઓમાં સ્થિતી ખુબ જ કફોડી છે. લોકોને એક બોરી લોટ લેવા માટે સવારથી સાંજ સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. અને એક બોરી લોટ મળ્યા પછી તે પણ ઘરે પહોંચશે કે કેમ તે સવાલ હોય છે. કારણ કે ઘર સુધી પહોંચતા પહોંચતા લુંટાઈ જવાનો ડર રહે છે.
આ સમાચાર પણ વાંચો : ભર ઉનાળે મુંબઈગરા માથે પાણીકાપનું સંકટ. એક મહિના સુધી આખા શહેરમાં રહેશે આટલા ટકા પાણી કપાત.
પાકિસ્તાનમાં આવા વીડિયો સતત જોવા મળી રહ્યા છે. આ પહેલા જાન્યુઆરીમાં પણ એક વીડિયોમાં લોકો અનાજ છીનવા માટે એકબીજા સાથે લડતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.