2.7K
Join Our WhatsApp Community
Eeve Tesoro : દેશમાં વધુ એક મોટી કંપની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર(Eeve Tesoro Electric Bike) માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. 2018 માં દેશના બજારમાં તેની સફર શરૂ કરનાર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક ઇવ ઇન્ડિયાએ આ વર્ષના ઓટો એક્સપોમાં તેના વાહનોની વિશાળ શ્રેણી રજૂ કરી હતી. કંપનીના વાહન પોર્ટફોલિયોમાં ઈલેક્ટ્રિક બાઇકથી લઈને સ્કૂટરનો સમાવેશ થાય છે. અહેવાલ છે કે કંપની તેની નવી ઇલેક્ટ્રિક બાઇક Eeve Tesoroને આ વર્ષના મધ્યમાં એટલે કે જૂન મહિનામાં લોન્ચ કરવા જઈ રહી છે.
જોકે આ મોટર શોમાં ઈલેક્ટ્રિક વાહનો( Electric vehicle) એ સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું હતું, પરંતુ ઈલેક્ટ્રિક બાઈક સેગમેન્ટમાં માત્ર થોડા જ નામો હતા. જેની યાદીમાં ઈવ ટેસોરોનું નામ પણ સામેલ છે. ઓડિશા સ્થિત આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકે તાજેતરમાં જ તેની મુસાફરી શરૂ કરી. પરંતુ મોટર શો દરમિયાન રજૂ કરાયેલા વાહનની લાઇન-અપે કંપનીના ઉચ્ચ ઇરાદાઓને સ્પષ્ટ કરી દીધા છે.
પ્રીમિયમ રેન્જની ઇલેક્ટ્રિક બાઇક
કંપનીએ કહ્યું છે કે, આ નવી Eeve Tesoro પ્રીમિયમ રેન્જની ઇલેક્ટ્રિક બાઇક(A premium range electric bike) હશે. કંપનીની આ નવી ઇલેક્ટ્રિક બાઇકની સૌથી ખાસ વાત એ છે કે તેને દેશમાં જ બનાવવામાં આવી છે. જોકે, કંપનીએ હજુ સુધી આ બાઇકના પાવર આઉટપુટ, ચાર્જિંગ અને ડ્રાઇવિંગ રેન્જ વિશે કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ હાલના મોડલ્સને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોનું માનવું છે કે આ બાઇક એક જ ચાર્જ પર 100 થી 120 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપશે.
ચાર્જ કર્યા પછીની આ રહેશે ડ્રાઇવિંગ રેન્જ
કંપની આ બાઈકને લગતી અન્ય ટેક્નિકલ માહિતી લોન્ચિંગ સમયે જ શેર કરશે. આ મોટર શોમાં કંપનીએ પોતાની ઈલેક્ટ્રિક બાઈક ઉપરાંત Forseti ઈલેક્ટ્રિક સ્કૂટર ( Forseti Electric Scooter ) પણ રજૂ કર્યું છે. આ સ્કૂટર પણ પ્રીમિયમ રેન્જનું છે અને કંપનીનો દાવો છે કે તેને સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ સ્કૂટર એક વાર ચાર્જ કરવા પર લગભગ 60 થી 70 કિલોમીટરની ડ્રાઈવિંગ રેન્જ આપશે.
5 વર્ષની વોરંટી
Eeve India તેના બંને વાહનો સાથે 5 વર્ષની વોરંટી આપશે, જેમાંથી 3 વર્ષની વોરંટી ફક્ત બેટરી પર જ હશે. હાલમાં કંપનીએ દેશના 45 શહેરોમાં પોતાની હાજરી નોંધાવી છે. આ બે નવા મોડલને રજૂ કરવાની સાથે કંપની તેના નેટવર્કને વિસ્તારવા પર પણ ધ્યાન આપી રહી છે. એકવાર બજારમાં લોન્ચ થયા પછી, આ બે વાહનો મુખ્યત્વે રિવોલ્ટ RV400 ઇલેક્ટ્રિક બાઇક અને બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે સ્પર્ધા કરશે.
શું હશે કિંમતઃ
Eeve Tesoro ઈલેક્ટ્રિક બાઈકના લોન્ચિંગ પહેલા તેની કિંમત વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે કંપની આ બાઇકને 1 લાખ રૂપિયા સુધીની કિંમત (Eeve Tesoro Price)માં લોન્ચ કરી શકે છે.
આ સમાચાર પણ આપોઃ Zone Rouge: દુનિયાની એવી જગ્યા જ્યાં 100 વર્ષથી કોઈ વ્યક્તિ નથી ગયું- પ્રાણીઓને પણ જવાની પરવાનગી નથી!