News Continuous Bureau | Mumbai
Laser Hair Removal: ના જોઈતા વાળ ને દૂર કરવા માટે લોકો વારંવાર વેક્સિંગ, થ્રેડિંગ કે શેવિંગ કરે છે. પણ આ બધું વારંવાર કરવું પડે છે. હવે લોકો લેસર હેર રિમૂવલ તરફ વળી રહ્યા છે, જે એક આધુનિક ટેકનિક છે અને લાંબા સમય સુધી ના જોઈતા વાળ થી દૂર રાખે છે.
લેસર હેર રિમૂવલ શું છે?
લેસર હેર રિમૂવલ એ એવી પ્રક્રિયા છે જેમાં લેસર લાઇટ દ્વારા વાળની જડોને નષ્ટ કરવામાં આવે છે. આ લાઇટ વાળના પિગમેન્ટ પર કામ કરે છે અને તેને ફરીથી ઉગવા દેતી નથી. સામાન્ય રીતે 7-8 સેશન પછી વાળ આવવાનું બંધ થઈ જાય છે, પણ દરેક વ્યક્તિમાં પરિણામ અલગ હોઈ શકે છે.
લેસર હેર રિમૂવલના ફાયદા
- લાંબા સમય સુધી વાળથી મુક્તિ: લેસર ટ્રીટમેન્ટથી વારંવાર વેક્સિંગ કે શેવિંગ કરવાની જરૂર નથી.
- ઇનગ્રોન હેર (Ingrown Hair)થી રાહત: લેસરથી વાળની જડ નષ્ટ થાય છે, જેથી ઇનગ્રોન હેરની સમસ્યા ઘટે છે.
- ટાઈમ અને પૈસાની બચત: લાંબા ગાળે જોવામાં આવે તો આ ટ્રીટમેન્ટ સમય અને પૈસા બંને બચાવે છે.
આ સમાચાર પણ વાંચો : Makeup product: શું તમારી પણ બ્રાન્ડેડ લિપસ્ટિક 5 દિવસમાં તૂટી ગઈ? તો અપનાવો આ ટિપ્સ અને જૂના મેકઅપ પ્રોડક્ટ્સમાં ફૂંકો નવી જિંદગી
લેસર ટ્રીટમેન્ટના નુકસાન
- ચામડી પર ઇરિટેશન (Irritation): ટ્રીટમેન્ટ પછી થોડી લાલાશ કે ચામડીમાં ચમક આવી શકે છે.
- સંવેદનશીલ ચામડી માટે જોખમ: કેટલીક ચામડી પર લેસર અસરકારક ન હોય અને બળતરા થઈ શકે.
- મોંઘી સારવાર: દરેક સેશન માટે ખર્ચ વધુ હોય છે, ખાસ કરીને ક્લિનિક પર આધાર રાખે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)