News Continuous Bureau | Mumbai
IndiaAI Fellowship: ઇન્ડિયાએઆઈ- ઈન્ડિપેન્ડન્ટ બિઝનેસ ડિવિઝન ( IBD ) દ્વારા ઈન્ડિયાએઆઈ ફેલોશિપ માટે B.Tech અને M.Tech વિદ્યાર્થીઓના નોમિનેશન મંગાવવામાં આવી રહ્યા છે. તેનાં પરિણામે ઇન્ડિયાએઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સંશોધન કરી રહેલી નવી પીએચડી ઇન્ટેક્સ માટે ઇન્ડિયાએઆઈ ફેલોશિપમાં સહભાગી થવા માટે ટોચની 50 નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઈઆરએફ) ક્રમાંકિત સંશોધન સંસ્થાઓને પણ આમંત્રણ આપી રહ્યું છે.
IndiaAI Fellowship: B.Tech અને M.Tech વિદ્યાર્થીઓ માટે નામાંકન
ઇન્ડિયાએઆઈ ફેલોશિપ માટે ઇન્ડિયાએઆઈ દ્વારા એઆઇમાં પ્રોજેક્ટ્સ હાથ ધરી રહેલા તમામ B.Tech અને M.Tech પાસેથી નોમિનેશન મંગાવવામાં આવે છે. આ ફેલોશિપ સહાય કોઈપણ હાલની ફેલોશિપને પૂરક બનાવશે અને B.Tech. વિદ્યાર્થીઓ માટે એક વર્ષ અને M.Tech વિદ્યાર્થીઓ માટે બે વર્ષના પ્રોજેક્ટની અવધિને આવરી લેશે.
વિદ્યાર્થીઓ 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર – https://indiaai.gov.in/article/proforma-for-submission-of-nominations-for-indiaai-fellowship-under-the-indiaai-mission પર તેમના નામાંકન સબમિટ કરી શકે છે.
IndiaAI Fellowship: ટોચની સંસ્થાઓમાં એઆઈ સંશોધકો માટે ફેલોશિપની તકો
ઇન્ડિયાએઆઈ ટોચની ૫૦ એનઆઈઆરએફ ક્રમાંકિત સંશોધન સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ( Artificial Intelligence ) સંશોધન કરી રહેલા પૂર્ણ સમયના પીએચડી વિદ્વાનોને ફેલોશિપ ઓફર કરી રહી છે. ઇન્ડિયાએઆઈ – આઇબીડી ઇન્ડિયાએઆઈ ફેલોશિપમાં ભાગ લેવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં નવા પીએચડી સ્કોલર્સને પ્રવેશ આપવા માટે ટોચની 50 ક્રમાંકિત સંશોધન સંસ્થાઓને તેમની મંજૂરી વહેંચવા આમંત્રણ આપે છે. આ વિદ્વાનોને ઇન્ડિયાએઆઈ પીએચડી ફેલોશિપમાં નોંધણીના સમયે અન્ય કોઈ સંસ્થા પાસેથી કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિ/પગાર મળવો ન જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Mumbai News : મુંબઈના જુહુમાં સ્થાનિકોએ ચોર સમજીને બે સગીરોને બેરહેમીથી માર માર્યો,નગ્ન પરેડ કરાવી; વિડીયો વાયરલ થતા પોલીસ આવી એક્શનમાં..
ટોચની 50 એનઆઈઆરએફ ક્રમાંકિત સંશોધન સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ kbhatia@meity.gov પર શ્રીમતી કવિતા ભાટિયા, વિજ્ઞાની ‘જી’ અને જીસી (એઆઈ અને ઇટી) ને 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં ઇન્ડિયાએઆઈ પીએચડી ફેલોશિપ માર્ગદર્શિકા અનુસાર નવા પીએચડી વિદ્વાનોને પ્રવેશ આપવા માટે સંમત થતાં સંસ્થાના વડા દ્વારા હસ્તાક્ષર કરાયેલા અને સ્ટેમ્પ કરેલા સત્તાવાર લેટરહેડ પર તેમની મંજૂરી સુપરત કરે.
IndiaAI Fellowship: ઇન્ડિયાએઆઈ ફેલોશિપ માટે પસંદગીના માપદંડ
ઇન્ડિયાએઆઈ ફેલોશિપ આપવા માટે યોગ્ય ઉમેદવારોની વાસ્તવિક પસંદગી ઇન્ડિયાએઆઈ દ્વારા યોગ્યતા, સંશોધન દરખાસ્તની પ્રાસંગિકતા, વિદ્યાર્થીની પ્રોફાઇલ અને રાષ્ટ્રીય સ્તરે ફેલોશિપની ઉપલબ્ધતાના આધારે કરવામાં આવશે.
IndiaAI Fellowship: ઇન્ડિયાએઆઈ વિશે
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય (એમઇઆઇટીવાય)ની ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન (ડીઆઇસી) હેઠળ આઇબીડી ઇન્ડિયાએઆઈ ઇન્ડિયાએઆઈ મિશનની અમલીકરણ એજન્સી છે, જેનો ઉદ્દેશ સમાજનાં તમામ સ્તરોમાં એઆઇનાં લાભોનું લોકતાંત્રિકકરણ કરવાનો, એઆઇમાં ભારતનાં વૈશ્વિક નેતૃત્વને પ્રોત્સાહન આપવાનો, ટેકનોલોજીકલ સ્વાવલંબનને પ્રોત્સાહન આપવાનો અને એઆઇનાં નૈતિક અને જવાબદાર ઉપયોગને સુનિશ્ચિત કરવાનો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Surat ITI: સુરતની તમામ આઈ.ટી.આઇઓમાં ખાલી બેઠકો માટે આ તારીખ સુધી મેળવી શકશો પ્રવેશ..