Site icon News Continuous Bureau | Mumbai

Belly Fat : બેલી ફેટ ઘટાડવા માટે ફોલો કરો આ ચાર ટિપ્સ, ઝડપથી ચરબી ઘટશે અને શરીર બનશે તંદુરસ્ત..

Belly Fat : જો વજન ઘટાડવાની બધી ટીપ્સ નિષ્ફળ ગઈ હોય, તો આ 4 ટિપ્સ એકવાર અજમાવો. શરીરની ચરબી ઝડપથી ઘટવા લાગે છે.

Belly Fat : Diet Plan And Foods To Lose Weight Fast In One Week

Belly Fat : Diet Plan And Foods To Lose Weight Fast In One Week

News Continuous Bureau | Mumbai
Belly Fat : વજન વધવાથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલનું જોખમ વધે છે. આ સમસ્યાની સાથે હૃદયરોગ, કેન્સર, લીવરની બીમારી જેવા સાયલન્ટ કિલર રોગોને પણ આમંત્રણ આપે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે આ લેખમાં આપવામાં આવેલી ટિપ્સ ફોલો કરી શકો છો. આ વજન ઘટાડવાની ટિપ્સ તમને એક અઠવાડિયામાં ઘણું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

પહેલા અઠવાડિયામાં ખાંડ (Sugar) છોડી દો

જો તમે ખરેખર વજન ઓછું કરવા માંગતા હો, તો સૌ પ્રથમ સુગરને સંપૂર્ણપણે છોડી દો. તમારા આહારમાંથી ખાંડને દૂર કરો. કારણ કે, શરીર ખાંડને ચરબી તરીકે સંગ્રહિત કરે છે અને તેના કારણે પેટની ચરબી ઝડપથી વધવા લાગે છે.

Join Our WhatsApp Channel

બીજા અઠવાડિયામાં જંક ફૂડ(Junk Food) નો ત્યાગ કરો

ખાંડ છોડ્યા પછી જંક ફૂડ નો ત્યાગ કરો. જંક ફૂડમાં પોષક તત્વોનું પ્રમાણ શૂન્ય છે. તેમાં સંતૃપ્ત ચરબી, વધારાની ખાંડ અને વધુ મીઠું હોય છે. આટલું જ નહીં, કેલરીની માત્રા પણ વધુ હોય છે, જેના કારણે હંમેશા વજન વધવાનું જોખમ રહે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: ખુદાબક્ષોની હવે ખેર નથી, પશ્ચિમ રેલવેએ માત્ર ત્રણ મહિનામાં વસૂલ્યો અધધ આટલા કરોડનો દંડ..

વજન ઘટાડવા અને ફેટલોસ વચ્ચેનો તફાવત

સ્વસ્થ કાર્બોહાઇડ્રેટ્સ એનર્જી માટે જરૂરી છે. પરંતુ ત્રીજા અઠવાડિયાથી તમારે ધીમે ધીમે સ્વસ્થ કાર્બોહાઇડ્રેટ્સ પણ ઘટાડવું પડશે. બ્રેડ, ભાત, બટાકા, ઓટ્સ ઓછા ખાઓ અને પ્રોટીનના સ્ત્રોત વધારો. ધ્યાનમાં રાખો કે વેજી પ્રોટીન ખોરાક સાથે તંદુરસ્ત ચરબી વધારવાની જરૂર નથી. પરંતુ બદામ, ઓલિવ તેલ, સરસવનું તેલ
અને પ્રોટીન(protein ) યુક્ત ખોરાક લેવો જોઈએ.

શરૂઆતથી જ વેઇટ ટ્રેનિંગ (weight training) કરો

વજન ઘટાડવા માટે, શરૂઆતથી જ વેઇટ ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો. વેઇટ ટ્રેનિંગ સારી રીતે ટોન બોડી કરવામાં મદદ કરી શકે છે. ઉપરાંત તે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને મેટાબોલિઝમ પર તેની અસર આગામી 48 કલાક સુધી રહે છે. તેથી કાર્ડિયો પહેલા વેઈટ ટ્રેનિંગ કરો.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Calcium Rich Foods For Strong Bones શરીરમાં કેલ્શિયમની ઉણપ પડી શકે છે ભારે હાડકાંને લોખંડ જેવા મજબૂત બનાવવા માટે ડાયટમાં સામેલ કરો આ ૭ સુપરફૂડ્સ
Milk Tea vs Black Tea Health Comparison દૂધવાળી ચા કે બ્લેક ટી, સ્વાસ્થ્ય માટે કઈ વધારે ફાયદાકારક? જાણો પાચન, વજન અને હૃદય પર થતી અસર
Coconut Water vs Buttermilk નાળિયેર પાણી કે છાસ? હાઇડ્રેશન અને ઠંડક માટે કયો વિકલ્પ વધુ ફાયદાકારક? જાણો બંને વચ્ચેનો તફાવત
Health Benefits Of Rajgira માત્ર ઉપવાસમાં જ કેમ? ૧૪ દિવસ રોજ રાજગરો ખાઈ જુઓ શરીરમાં દેખાશે એવા ચમત્કાર કે ડોક્ટર પણ ચોંકી જશે!
Exit mobile version