News Continuous Bureau | Mumbai
Ginger Tea: ભારતીય જમવામાં ખાસ કરીને શાકભાજીઓમાં સ્વાદ વધારવા માટે આદુનો ( Ginger ) ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ માત્ર ખાવા માટે જ નહીં, આદુનો ઉપયોગ ગળાના દુખાવાની સારવાર અને શરીરમાંથી ગંદકી દૂર કરવા માટે પણ થાય છે. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આદુનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
અદુવાળી ચાનું ( Ginger Tea Disadvantges ) સાંભળીને કોને મન નહીં થાય એક કપ ચા મળી જાય. શિયાળામાં, મોટાભાગના લોકો સવાર, બપોર કે સાંજ કોઈ પણ સમયે ચાને ના કહેતા નથી. તેમાં પણ આદુની ચા મળતી હોય તો પછી શું કહીએ. આદુની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. પરંતુ કેટલાક લોકોએ આદુની ચા બિલકુલ ન પીવી જોઈએ અથવા જો તમે પીતા હોવ તો પણ તેને ઓછી માત્રામાં પીવો. આજે આ અહીં આપણે તેનાથી થતા નુકસાન વિશે વાત કરીશું.
ગરમીની ઋતુમાં ( summer season ) ગરમ વસ્તુઓ પીવાથી શરીરમાં ગરમી આવે છે. આદુ પ્રકૃતિમાં ગરમ હોય છે, પરંતુ ઉનાળામાં તેને ખાવાથી અનેક શારીરિક સમસ્યાઓ થઈ શકે છે? આજે અમે તમને આદુના વધુ પડતા સેવનથી શરીરમાં થતી કેટલીક સમસ્યાઓ વિશે જણાવીશું.
Ginger Tea: આદુના વધુ પડતા સેવનના ગેરફાયદા..
પેટમાં બળતરા: આદુ ભલે શરીરને હૂંફ આપે છે, પરંતુ તેનું વધુ સેવન કરવાથી પેટમાં બળતરા, એસિડ બનવું, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો કે, જો તમે જમ્યા પછી થોડી માત્રામાં તેનું સેવન કરો છો, તો તે પેટ ફૂલવાની સમસ્યાને ઘટાડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Anupama update: અનુપમા માં આવશે મોટો ટ્વીસ્ટ, સિરિયલ માં થવા જઈ રહી છે વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી
લોહીના ગંઠાઈ જવાને અસર કરે છે: આદુમાં એવા ગુણ હોય છે જે લોહીને પાતળું કરી શકે છે. જો કે, તેનું વધુ પડતું સેવન કરો છો તો તે લોહીના ગંઠાઈ જવાને અસર કરી શકે છે. તેનું વધુ સેવન કરવાથી તે લોકોની સમસ્યાઓ વધી શકે છે જેઓ લોહીને પાતળું કરવાની દવાઓ લેતા હોય છે.
બ્લડ સુગરનું સ્તર ઘટી શકે છે: ખોરાકમાં વધુ પડતા આદુનો સમાવેશ ઇન્સ્યુલિનના સ્તરમાં દખલ કરી શકે છે. જેના કારણે બ્લડ શુગર લેવલ અચાનક ઘટી શકે છે.
મોઢામાં ચાંદાઃ જો તમે આદુનું વધુ પડતું સેવન કરો છો તો આ સમસ્યા તમને પરેશાન કરી શકે છે. તેથી, આદુનો ઉપયોગ શક્ય તેટલો મર્યાદિત માત્રામાં કરો.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)