News Continuous Bureau | Mumbai
Health Tips:આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત થયા છે. રસોડામાં વપરાતા તેજાના માત્ર સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ રામબાણ ઈલાજ સાબિત થાય છે. આયુર્વેદિક નિષ્ણાતોના મતે, તજનું પાણી (Cinnamon Water) પીવાથી શરીરનું મેટાબોલિઝમ ઝડપી બને છે, જેનાથી વધુ કેલરી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મોટી મદદ મળે છે.તજમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરીરની આંતરિક શુદ્ધિમાં મદદ કરે છે. આયુર્વેદિક ડૉક્ટર ના જણાવ્યા મુજબ, જો નિયમિત રીતે તજના પાણીનું સેવન કરવામાં આવે તો શરીરમાં જમા થયેલી વધારાની ચરબી (Fat) ધીમે-ધીમે ઓગળવા લાગે છે.
તજનું પાણી પીવાના મુખ્ય ફાયદા
પાચનતંત્ર મજબૂત કરે: તજનું પાણી પીવાથી બ્લોટિંગ , ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે અને પાચનશક્તિ સુધરે છે.
બ્લડ શુગર નિયંત્રણ: ડાયાબિટીસના દર્દીઓ માટે આ પાણી આશીર્વાદ સમાન છે, કારણ કે તે ઇન્સ્યુલિન લેવલને સંતુલિત રાખે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો: ખાસ કરીને શિયાળામાં આ પાણી પીવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે અને શરદી-ઉધરસ જેવા સંક્રમણથી બચી શકાય છે.
હૃદય માટે ગુણકારી: તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદય રોગના જોખમને ઓછું કરે છે.
આ સમાચાર પણ વાંચો: Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
કેવી રીતે બનાવશો તજનું પાણી?
તજનું પાણી બનાવવાની રીત ખૂબ જ સરળ છે. એક ગ્લાસ પાણીમાં એક ઈંચ તજનો ટુકડો નાખી તેને ધીમી આંચ પર 15 મિનિટ સુધી ઉકાળો. પાણીનો રંગ બદલાય એટલે ગેસ બંધ કરી તેને ગાળી લો. આ હર્બલ ડ્રિંકનો મહત્તમ લાભ લેવા માટે તેને સવારે ખાલી પેટે હૂંફાળું પીવું જોઈએ.
કોણે સાવધાની રાખવી જોઈએ?
કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક હોઈ શકે છે. તજનું પાણી મર્યાદિત માત્રામાં જ પીવું જોઈએ. ગંભીર બીમારી ધરાવતા લોકો અથવા બ્લડ શુગરની દવા લેતા દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ આ શરૂ કરવું. આ ઉપરાંત, સગર્ભા સ્ત્રીઓએ પણ તજના પાણીનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.