News Continuous Bureau | Mumbai
Heart Blockage Symptoms: આજના યુવાનોમાં હાર્ટ એટેક ના કેસ ઝડપથી વધી રહ્યા છે. અમેરિકન હાર્ટ એસોસિએશન ના રિપોર્ટ મુજબ, આનું મુખ્ય કારણ છે ધમનીઓમાં બ્લોકેજ થવું. ખોટી લાઇફસ્ટાઇલ, ખોરાક અને જિનેટિક ફેક્ટર્સ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યા છે.
ધમનીઓમાં બ્લોકેજ કેમ થાય છે?
ધમનીઓ હ્રદયમાંથી શરીરના અન્ય ભાગોમાં લોહી પહોંચાડે છે. જ્યારે તેમાં ફેટ, કોલેસ્ટ્રોલ અને અન્ય તત્વો જામવા લાગે છે, ત્યારે પ્લાક બને છે. આ પ્લાક લોહીનો પ્રવાહ અટકાવે છે અને હ્રદય પર દબાણ વધે છે. હવે આ સમસ્યા માત્ર વૃદ્ધોમાં નહીં પણ યુવાનોમાં પણ જોવા મળે છે. કારણ છે – જંક ફૂડ , પ્રોસેસ્ડ ફૂડ, ધૂમ્રપાન, સ્ટ્રેસ અને ફિઝિકલ એક્ટિવિટી નો અભાવ.
હાર્ટ બ્લોકેજના શરૂઆતના લક્ષણો
- છાતીમાં દુખાવો કે ભાર લાગવો
- થોડીક કસરત પછી જ થાક લાગવો કે શ્વાસ ફૂલવો
- હ્રદયના ધબકાર ઝડપથી વધવા કે અનિયમિત થવા
- વારંવાર ચક્કર આવવા કે બેહોશ થવું
- પેટ કે છાતીમાં દબાણ જેવું લાગવું
આ લક્ષણો જોવામાં આવે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Non-Alcoholic Fatty Liver: બાળકોમાં વધી રહી છે નોન-અલ્કોહોલિક ફેટી લિવર ની સમસ્યા,શું તમારો આપેલો ખોરાક તો કારણ નથી?
હાર્ટ બ્લોકેજનું નિદાન અને બચાવ
આ સમસ્યાનું નિદાન કરવા માટે ઈસિજિ (ECG), ઇકોકાર્ડિયોગ્રાફી (Echocardiography), ટ્રેડમિલ ટેસ્ટ (TMT), સીટી એન્જિયોગ્રાફી (CT Angiography) અને લિપિડ પ્રોફાઇલ (Lipid Profile) જેવા ટેસ્ટ ઉપયોગી છે.
બચાવ માટે જરૂરી છે:
- નિયમિત વ્યાયામ
- હેલ્ધી ડાયેટ
- ધૂમ્રપાન અને અલ્કોહોલથી દૂર રહેવું
- કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને બ્લડ શુગર કંટ્રોલમાં રાખવું
- સમયાંતરે હાર્ટ ચેકઅપ કરાવવું
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)