News Continuous Bureau | Mumbai
ગુજરાત અને રાજસ્થાનની સરહદે(Gujarat and Rajasthan border) બનાસકાંઠા જિલ્લા(Banaskantha district)ના દાંતા તાલુકા ખાતે આવેલું યાત્રાધામ અંબાજી(Ambaji yatradham) ગુજરાતનું જ નહીં પણ ભારતભરનું પ્રસિદ્ધ શક્તિપીઠ(Shaktipeeth) છે. જેને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં માતા અંબા(Ambe maa)ના ભક્તો આ મંદિરની મુલાકાત લે છે અને માતાના ચરણોમાં રોકડ-રકમ ઉપરાંત સોના-ચાંદીની વસ્તુઓની દાન કરે છે.

યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણાં માઈભક્તો સોના અને ચાંદી(gold and silver)નું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન (donation)કરી ચૂક્યા છે. ત્યારે આજે અમદાવાદ(Ahemdabad)ના એક માઈ ભક્તે માતાના ચરણોમાં સોનાના મુગટનું (Gold crown)દાન ધર્યું છે. અમદાવાદના દાતાએ સોનાનો રૂ. 5,52,000નું મૂલ્ય ધરાવતો 118.75 ગ્રામ વજનનો મુગટ મંદિરને દાનમાં આપ્યો છે. જોકે માઈ ભક્તે પોતાનું નામ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના અધ્યક્ષ બાદ હવે પાર્ટીના આ દિગ્ગજ નેતાને થયો કોરોના જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય
ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ અંબાજીમાં અનેક એવા માઈ ભક્તો સોનાનું દાન કરતા હોય છે પરંતુ પોતાનું નામ જાહેર કરતા નથી, તેઓ ગુપ્તદાન કરે છે.