Site icon News Continuous Bureau | Mumbai

જગન્નાથ પુરીનો સૌથી દુર્લભ ઉત્સવ.. પરંતુ ભક્તો નહીં કરી શકે દર્શન. જાણો દર 26 વર્ષે આવતો ‘વેશા ઉત્સવ’ શું છે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

25 સપ્ટેમ્બર 2020

પુરીમાં આવેલાં જગન્નાથ મંદિરની અનોખી મહિમા છે. લગભગ 26 વર્ષ પછી આગામી  27 નવેમ્બરે જગન્નાથ મંદિરમાં નાગાર્જુન વેશા ઉત્સવ થશે. જેમાં ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બળદેવનો યોદ્ધા જેવો શ્રૃંગાર કરવામાં આવે છે. જગન્નાથ પુરી સનાતન પરંપરાના ચાર ધામમાંથી એક છે. 

જે સમયે આસો માસમાં અધિકમાસ આવતો હોય અથવા કારતક મહિનામાં 6 દિવસનું પંચક હોય છે, ત્યારે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પહેલાં 1994માં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ દાયકાનો આ પહેલો નાગાર્જુન વેશા ઉત્સવ છે. પરંતુ, આ વર્ષે કોરોનાના કારણે ઓરિસ્સાના આ સૌથી દુર્લભ ઉત્સવનો ભક્તો લાભ લઈ શકશે નહીં. કોરોનાને જોતાં મંદિર સમિતિએ પોતાના કર્મચારીઓ માટે ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. ઉત્સવ પહેલાં બધા કર્મચારીઓનો કોવિડ-19 ટેસ્ટ થશે. 

ભગવાનનો આ શ્રૃંગાર બે યુગો સાથે જોડાયેલો છે. સતયુગના પરશુરામ અને દ્વાપર યુગના અર્જુન સાથે. માન્યતા છે કે, કારતક મહિનામાં જ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામે સહસ્ત્રાર્જુનનો વધ કર્યો હતો. કારતક મહિનામાં જ અર્જુનનું તેના જ પુત્ર નાગાર્જુન સાથે યુદ્ધ થયું હતું. આ જ ઘટનાઓના સંદર્ભમાં ભગવાન જગન્નાથનો નાગાર્જુન શ્રૃંગાર કરવામાં આવે છે.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Shukra Asta 2026 શુક્ર અસ્ત 2026 આ તારીખે શુક્રદેવ થશે અસ્ત, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ
Exit mobile version