News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૧૯ ઓક્ટોબર ૨૦૨૩, ગુરૂવાર
“તિથિ” – આસો સુદ પાંચમ
“દિન મહીમા”
મા લલીતા પંચમી, યુધિષ્ઠીર જયંતિ, ઉપાંગ લલીતા વ્રત, વિછુંડો ઉતરે ૨૧:૦૪, દગ્ધયોગ ૨૪:૩૩થી, રવિયોગ ૨૧:૦૪થી, નોરતું-પ
“સુર્યોદય” – ૬.૩૪ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૧૧ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૩.૫૦ થી ૧૫.૧૮
“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૨૧.૦૨)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૦૨ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.
“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૨૧.૦૨)
“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૧.૦૨)
રાત્રે ૯.૦૨ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૫ – ૮.૦૨
ચલઃ ૧૦.૫૬ – ૧૨.૨૩
લાભઃ ૧૨.૨૩ – ૧૩.૫૦
શુભઃ ૧૬.૪૫ – ૧૮.૧૨
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૧૨ – ૧૯.૪૫
ચલઃ ૧૯.૪૫ – ૨૧.૧૮
લાભઃ ૨૪.૨૩ – ૨૫.૫૬
શુભઃ ૨૭.૨૯ – ૨૯.૦૨
અમૃતઃ ૨૯.૦૨ – ૩૦.૩૫
આ સમાચાર પણ વાંચો : Mumbai Police: આખરે ડ્રગ માફિયા લિલત પાટીલ ચેન્નાઈમાંથી ઝડપાયો: એક ફોન કોલને કારણે આખી ગેમ બદલાઇ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો… વાંચો વિગતે અહીં..
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.
“કર્કઃ”(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.
“સિંહઃ”(મ,ટ)-
વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.
“તુલાઃ”(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
“મકરઃ”(ખ,જ)-
બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ, નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.