પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: સ્કંધ દસમો [પૂર્વાધ]મૈંને મહેંદી રચાઇ રે, કૃષ્ણ નામકી,મૈંને બીન્દિયા સજાઈ રે, કૃષ્ણ નામકી,મેરી ચુડિયોં પે કૃષ્ણ, મેરી ચુંદડી પે કૃષ્ણ,મૈંને નથની ઘડાઈ રે, કૃષ્ણ નામકી………મૈંનેમેરે નયનોં મેં ગોકુલ બ્રિંદાબન,મેરે પ્રાણોં મેં મોહન મનભાવન,મેરે હોઠોં પે કૃષ્ણ, મેરે હ્રદય મેં કૃષ્ણ,મૈંને જ્યોતિ જગાઇ રે, કૃષ્ણ નામકી………મૈંનેઅબ છાયા હૈ કૃષ્ણ અંગ -અંગમેં,મેરા તન – મન રંગા હૈ કૃષ્ણ રંગમેં,મેરા પ્રીતમ હૈ કૃષ્ણ, મેરા જીવન હૈ કૃષ્ણ,મૈંને માલા બનાઇ રે, કૃષ્ણ નામકી……….મૈંને
‘દ્વારકાધીશ’ ( dwarkadhish ) માંથી હવે દશમ સ્કંધની શરૂઆત થાય છે. ભાગવતનું ફળ દશમ સ્કંધ છે. દશમ સ્કંધમાં શુકદેવજી ખીલ્યા છે. શુકદેવજીના ( Shukdev ) ઈષ્ટદેવની આ કથા છે.
શ્રીમદ્ ભાગવત ( bhagavad gita ) સાત દિવસમાં મુક્તિ આપનાર ગ્રંથ છે. અનેક જન્મ સાધના કરતાં પણ મળે નહિ તે અતિ દુર્લભ મુક્તિ,પરીક્ષિત રાજાને સાત દિવસમાં મળે છે.
પરીક્ષિતનો પ્રથમ પ્રશ્ન હતો:-જેનું મરણ નજીક આવ્યું હોય, તેનું કર્તવ્ય શું? શુકદેવજી યજ્ઞ કરવાની આજ્ઞા આપે
તો, સાત દિવસમાં મુક્તિ થાય નહિ. જીવનમાં છેલ્લા શ્ર્વાસ સુધી કોઈ વિચાર-વિકાર આવે નહિ, તેવો ઉપાય કરવાનો હતો.
શુકદેવજીએ વિચાર્યું, સાત દિવસમાં રાજા કૃષ્ણકથામાં તન્મય થાય તો, તેને મુક્તિ મળે. મુક્તિ મનને મળે છે. મુક્તિ આત્માને
મળતી નથી. કેટલાક આચાર્યો માને છે કે, આત્મા પરમાત્મા એક છે. કેટલાક આચાર્યો તેમને ભિન્ન માને છે. આત્મા અંશ અને
પરમાત્મા અંશી છે, તેમ તેઓ માને છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૦
છે. ઉપાધિથી ભેદ ભાસે છે પણ તત્વદ્દષ્ટિથી ભેદ નથી.
ભેદના બે પ્રકારો:-૧)સ્વતઃસિદ્ધ ભેદ (૨) ઔપાધિક ભેદ.
ઘોડા અને ગાયનો ભેદ સ્વતઃ સિદ્ધ ભેદ છે. ઘોડો ગાય થઇ શકે નહિ, અને ગાય ઘોડો થઈ શકે નહિ.
ઔપાધિક ભેદ:-જળનું વાસ્તવિક સ્વરૂપ શીતળતા છે. ગરમ જળમાં જે ગરમી ભાસે છે તે ઉપાધિથી ભાસે છે.
વાસ્તવિક રીતે-તત્વદ્દષ્ટિથી આત્મા અને પરમાત્મા, જીવ અને ઈશ્વર એક જ છે. પણ ઔપાધિક ભેદ ભાસે છે. જેમકે
ઘડામાંનું ઘટાકાશ અને વ્યાપક આકાશ એક જ છે. પરંતુ ઘડાની ઔપાધિથી ભેદ ભાસે છે. ઘડો ફૂટી જાય એટલે ઘટાકાશ
મહાકાશને મળે છે. શું તે મળે છે? તે તો એક જ છે. વાસ્તવિક રીતે મળેલું જ છે.
વ્યાપક ચૈતન્ય એ ઈશ્વર છે. અવિદ્યાઆવરણ રહિત ચૈતન્ય એ પરમાત્મા છે. શરીરાધિષ્ઠ ચૈતન્ય એ જીવ છે. અવિદ્યા
આવરણયુકત ચૈતન્ય એ જીવ છે. અવિદ્યા દૂર થઇ, આવરણ દૂર થયું કે જીવ અને શિવ એક બને છે. જીવ શિવનો ભેદ ઉપાધિથી
ભાસે છે. આ વેદાંતનો સિદ્ધાંત છે.
આ જીવ અંશ થઇ શકતો નથી. જો અંશીમાંથી અંશ જુદો પડયો તો અંશીના સ્વરૂપમાં ભંગ થશે. ગુલાબના ફૂલમાંથી
એક પાંખડી કાઢી લો તો, ગુલાબના ફૂલનો ભંગ થયો કહેવાય. એવી રીતે અંશીથી અંશ જુદો પડે તો અંશીના સ્વરૂપનો ભંગ થાય.
તેથી શંકરાચાર્યે ( Shankaracharya ) કહ્યું છે, જીવ અંશ જેવો છે. પૂર્ણાંશ નથી. ઇશ્ર્વર એવા નથી કે જેમના બે ટુકડા થાય, એ વ્યાપક ચૈતન્ય છે. સર્વત્ર છે. જેમ આકાશ સર્વમાં સર્વત્ર છે.
વૈષ્ણવ આચાર્યો ( Vaishnav Acharyas ) માને છે કે જીવ અને ઈશ્વર એક નથી. જીવ ઇશ્વરનો અંશ છે. વૈષ્ણવ આચાર્યો કહે છે અંશીથી અંશ જુદો પડે તો પણ અંશીનો નાશ થતો નથી. સમુદ્રમાંથી એક બિંદુ પાણી કાઢો, તો તેથી સમુદ્રનો નાશ થતો નથી. એવી રીતે અંશ
અંશીથી જુદો પડે તેથી અંશીના સ્વરૂપમાં ફેર પડતો નથી. આપણે બધા રાજાના દીકરા છીએ. માયા દાસી છે. દાસીને બચ્ચાને
રમાડવાને રાખી છે. પજવવાને નહિ. જો પજવે તો રાજા દાસીને કાઢી મૂકે. પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરો તો માયાનું બંધન છૂટી
જશે. ગોકુળલીલાનું એ જ રહસ્ય છે.